News of Friday, 13th November 2026
આટકોટ પોલીસ સ્ટેશન પાસે જ ટ્રાફિક જામઃ એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
જૂના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ પાસે આડેધડ પાકિર્ંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી, પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૧૩ :.. આટકોટના જૂના બસ સ્ટેન્ડ પાસે તેમજ નવા બસ સ્ટેન્ડ નજીક વાહનોનું આડેધડ ર્પાકિંગ કરવામાં આવતું હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રસ્તા ઉપર જ્યાં-ત્યાં વાહનો પાર્ક કરી દેવામાં આવતાં રસ્તો સાંકડો બની જાય છે અને એકસાથે વાહનોની અવરજવર વધતાં ટ્રાફિક જામ થાય છે. સ્થાનિકો દ્વારા આટકોટ પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે જૂના અને નવા બસ સ્ટેન્ડ પાસે આડેધડ ર્પાકિંગ કરતા વાહનચાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. નો-ર્પાકિંગ ઝોન નક્કી કરવામાં આવે તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમિત પોલીસ કર્મચારીઓની હાજરી રાખવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે આટકોટ પોલીસ તંત્ર આડેધડ ર્પાકિંગ સામે કયારે કાર્યવાહી કરશે અને સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યામાંથી કયારે મુક્તિ મળશે?
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
