<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સાળંગપુર શ્રી કષ્‍ટભંજદેવ હનુમાનજીદાદાને મિઠાઇનો અન્‍નકુટઃ પૂ. રાકેશપ્રસાદ મહારાજની ઉપસ્‍થિતિ

લાભ પાંચમ નિમિતે પુષ્‍પોનો શણગારઃ શાષાી સ્‍વામી શ્રી હરીપ્રકાશદાસજી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્‍વામીની આગેવાનીમાં આયોજન

રાજકોટ તા. ૧૪ :.. સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ લાભપાંચમના પાવન પર્વ શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ અને કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીની પ્રેરણાથી  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ ફૂલોનાં દિવ્‍ય શણગાર દર્શન પૂજારી સ્‍વામીશ્રી ડી કે સ્‍વામીજી તથા સંતો દ્વારા કરવામાં આવેલ હતા આજે સવારે ૫-૩૦ કલાકે મંગળા આરતી કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજી દ્વારા કરવામાં આવેલ તેમજ સવારે ૭-૦૦ કલાકે શણગાર આરતી આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવેલ આચાર્ય રાકેશપ્રસાદ્‌જી મહારાજશ્રીનું પુષ્‍પો ફુલહારથી કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજી દ્વારા કરવામાં આવેલ તેમજ આરતીમાં પ પૂ શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી પૂજારી સ્‍વામીશ્રી ડી કે સ્‍વામીજી તથા સંતો ઉપસ્‍થિત રહયા હતા આજે પણ વિશાળ જનમેદની ઉમટી પડેલ હતી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જયના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું.

(11:04 AM IST)