<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

તાલાલા ગીરમા લોહાણા મહાજન ટ્રસ્ટ, જય જલારામ સેવા ટ્રસ્ટ, યુવા રઘુવંશી સોશિયલ ગ્રુપ, રઘુવંશી લોહાણા યુવક અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે પૂ.જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાશે

તા.૧૫મી એ બાઈક રેલી અને રંગોળી સ્પર્ધાનું આયોજન : તા.૧૬મીએ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન, શોભાયાત્રા અને મહાઆરતી યોજાશે : આયોજન માટે તૈયારી : બેઠકોનો ધમધમાટ : બંને ટાઈમ રઘુવંશી પરિવારો સમૂહ ભોજનનો લાભ

(દિપક તન્ના દ્વારા) તાલાલા ગીર તા.૯ તાલાલા નગરમાં લોહાણા મહાજન ટ્રસ્ટ, જય જલારામ સેવા ટ્રસ્ટ, યુવા રઘુવંશી સોશિયલ ગ્રુપ, રઘુવંશી લોહાણા યુવક અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ તા. ૧૬ સોમવારે ભારે ભક્તિભાવપૂર્વક ઉજવાશે.

તાલાલા લોહાણા મહાજન ટ્રસ્ટનાં પ્રમુખ ગોકળભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે જલારામ જયંતિ પર્વ તા. ૧૫મીને સાંજે ૯:૦૦ કલાકે લોહાણા મહાજન વાડીથી જલારામ મંદિર સુધી બાઈક રેલી બાદ રાત્રે રંગોળી સ્પર્ધા યોજાશે. તા. ૧૬ મીને સોમવારે જલારામ જયંતિ પ્રસંગે સવારે ૭:૩૦ વાગ્યે જલારામ મંદિરમાં મંગળા આરતી બાદ આઠ વાગ્યે નૂતન વર્ષ નિમિત્તે સાલમુબારકનું સ્નેહમિલન યોજાશે. ત્યારબાદ સવારે ૮:૩૦ કલાકે બાપાનો અન્નકૂટ અર્પણ કરી મહાઆરતી યોજાશે.

દસ વાગ્યે મંદિરેથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન થશે જે નગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરી લોહાણા મહાજન વાડી પહોંચશે.

તાલાલા શહેરમાં જલારામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત સમાજના વડીલો, આગેવાનો, યુવાનો અને મહિલા મંડળની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રઘુવંશી સમાજની દિવાળી જલારામ જયંતિ પ્રસંગ સફળતાપૂર્વક દિપી ઊઠે માટે આગોતરું આયોજન ગોઠવાયું હતું. આ ઉત્સવ અંતર્ગત અલગ અલગ સમિતિઓ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી તેમ લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું.

જ્યાં બંને ટાઈમ રઘુવંશી પરિવારો સમૂહ ભોજનનો લાભ લેશે. સાંજે ૭:૦૦ વાગ્યે લોહાણા મહાજન વાડી ખાતે મહાઆરતી બાદ જલારામ બાપાનો મહાપ્રસાદ (ખીચડી)નો કાર્યક્રમ યોજાશે તથા રાત્રે ૧૦:૩૦ વાગ્યે ભવ્ય રાસ ગરબાની રમઝટ અને રંગોળી હરીફાઈમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો થશે.

(1:18 PM IST)