<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

પડધરીમાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ

મામલતદાર કચેરીએ અરજદારો દ્વારા ૯ પ્રશ્‍નો રજુઃ તમામનું નિરાકરણ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ તા.રર, ગુજરાત સરકાર દ્વાારા લોકોની રજૂઆતો અને સમસ્‍યાના ઝડપી નિવારણ લાવવા માટે તાલુકા સ્‍વાગત કાર્યક્રમનું દર માસના ચોથા બુધવારે સવારે ૧૧:૦૦ વાગ્‍યે યોજાય છે, જેમાં લોકોની રજુઆત અને પ્રશ્‍નો અંગેની લેખીતમાં અરજી પડધરી મામલતદાર કચેરીને દર માસના તા.૧ થી ૧૦ દરમ્‍યાન રજૂ કરવાની રહે છે.

આજે પડધરી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી રાજકોટ (ગ્રામ્‍ય) શ્રી હર્ષવર્ધનસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયેલ.જેમાં અરજદારો દ્વારા વિવિધ વિભાગોના નવ પ્રશ્‍નો રજુ થયેલ, અધિકારીઓએ અરજદારોના તમામ પ્રશ્‍નો ધ્‍યાનપૂર્વક સાંભળ્‍યા અને પ્રશ્‍નોનો હકારાત્‍મક નિર્ણય લેવાતા તમામ પ્રશ્‍નો ઉકેલાય ગયા હતા, મામલતદાર સખીયા, તાલુકા વિકાસ અધિકારી આચાર્ય તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ હાજર રહયા હતા. 

 

(1:14 PM IST)