News of Thursday, 14th May 2026
ખંભાળીયા પાલિકામાં અધિકારીનું રાજ કે કોન્ટ્રાકટરોનું? ભારે ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડામથક તરીકે બંગાસુ ખાતા પતાસું મળેની જેમ સી ગ્રેડમાંથી સીધી એ ગ્રેડની થઇ ગયેલ ખંભાળિયા નગરપાલિકામાં હાલ વહીવટદાર શાસન છે અને ટુંક સમયમાં ૧૯/પ/ર૬ ના નવી બોડી સતા પર આવનાર છે ત્યારે તેમના માટે ચિંતા સાથે ચિંતનનો મુદાનુ કે ખંભાળિયા પાલિકામાં અધિકારીનું રાજ (વહીવટ) ચાલે છે કે કોન્ટ્રાકટરોનું રાજ!!!
થોડા સમય પહેલાજ પાલિકામાં ૧૦ ટકાથી ઉપર ભાવ વધારો આપવાની મનાઇ હોવા છતાં પણ ૩૩ ટકા ભાવ વધારો એક કોન્ટ્રાકટને અહીંથીજ આપી દેવાયો અને તે પણ પ્રાદેશીક નિયામકની મંજુરી વગર જ !! ડ્રેનેજના કામમાં નડતરૂપ ન હતી તો પણ પાલિકાની તેલી નદી પાસેથી શાક માર્કેટની આઠ દુકાનો કોન્ટ્રાકટરે તોડી નાખી ! કચરા નીકાલના કામમાં ૩પ૦ રૂપિયા ટનનો મોટો ભાવ હોવા છતાં કચરાનું વજન કોન્ટ્રાકટર જ કરે છે રીંગણા લઉ બેચાર લે ભાઇ દશ બાર!! જેવો ઘાટ છે આ રસ્તાથી નગર ગેઇટ રોડ બન્યાને ત્રણ માસમાં કોન્ટ્રાકટરના પ્રતિભાવથી તિરાડો પડી ગઇ પણ કોન્ટ્રાકટરને પેમેંટ ચુકવાઇ ગયું કેમ કે તોજ ફાયદો અધિકારીને થાય ને !!
ખામનાથની આગળ કણઝાટ પરોઠા પાસે કામ શરૂ થયું તો ખોદકામનું મટીરીયલ ટેન્કરો ભરીને કોન્ટ્રાકટરે વેચી નાખ્યું !! ખરેખર પાલિકાની માલીકી હોય તથા તેનો ભરતીમાં ઉપયોગ થાય !! એટલે જ તો કહેવાય છે કે ખંભાળિયા પાલિકામાં ‘રાજ' કોનું ? નવી બોડીએ આ બાબતે ચિંતન કરવાનું રહયું!!
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
