<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

આજથી બે દિ' સુધી ગરમી હજુ વધશે

ગરમીમાં સ્‍વાસ્‍થ્‍ય માટે જરૂરી કેટલીક ટીપ્‍સ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૪: ઉનાળો હવે ચરમ પર હોઇ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી બે દિ' સુધી એટલે કે ૨૪,૨૫ અને ૨૬ એપ્રિલ સુધી રાજયમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે. બાદમાં ૨૭થી૨૯ એપ્રિલ સુધી તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે.

ગરમીમાં સ્‍વાસ્‍થ્‍ય અંગેના કેટલાક જરૂરી સુચનો જોઇએ તો, આયુર્વેદિક દ્વષ્‍ટિએ ઉનાળે ગરમીનું જોર વધ્‍યે શરીરમાં સંચિત થયેલો કફ ઓગળવા માંડે છે. પાચન શકિત થોડી મંદ પડે છે. પિત વિદગ્‍ધ થયે જઠરાગની મંદ પડે છે. ભૂખ ઓછી લાગે છે. ઝાડા-ઉલ્‍ટી જેવા રોગો વધે છે. આવા સમયે ખોરાક થોડો ઓછો પણ ગોળનું શરબત-લીંબુ-છાશ-દહી અને કાચી કેરીનો ઉપયોગ ખોરાક સાથે વધારવો આવશ્‍યક રહે છે.

પાણી ઓછું પીવાથી ડીહાઇડ્રેશન અને ઉનવાની તકલીફ સંભવ રહે છે. ફિઝ કોલ્‍ડ અતિઠંડુ પાણી પાચન ને મંદ પાડે છે. તેને બદલે માટલાનું ઠંડુ પાણી વધુ પીતા રહેવું જોઇએ. ઉનાળે ડુંગળીનો ઉપયોગ લુ થી બચાવે છે.

(12:02 PM IST)