News of Thursday, 22nd October 2026
મોરબીના શકતસનાળામાં અસામાજીક તત્વોનો આતંક : ૬ વાહનોમાં તોડફોડ
મઘરાતે અજાણ્યા શખ્સોએ વાહનોના કાચ તોડી નુકશાન કર્યુ : એ-ડીવીઝન પોલીસમાં અરજી કરાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રરઃ મોરબીના શક્ત શનાળા ગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગત રાત્રિના સમયે શક્ત શનાળામાં પાર્ક કરેલા ૫ જેટલા વાહનોના કાચ અજાણ્યા શખ્સોએ તોડી નાખીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે વાહન માલિકો દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ૨ વાગ્યાની આસપાસ શક્ત શનાળામાં આવેલ લીમડા વાળા મેલડી માતાના મંદિરની સામે પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા હિતભાઈ રંગપરીયાની વિનય સ્કૂલની બસ નંબર GJ 36 V 1307 ના આગળ અને પાછળના સાઇડના કાચ તેમજ અન્ય વાહન નંબર GJ 03 BT 2474 ના આગળ અને સાઇડના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિનોદભાઈ ધમસાનીયાની ગ્રીન વેલી સ્કૂલની બસ નંબર GJ 36 V 3090 ના આગળની સાઇડની બારીના કાચ તોડવામાં આવ્યા હતા.
વધુમાં, રવજીભાઈના જેસીબી નંબર GJ 36 S 3713 ના તમામ કાચ અને મહેશભાઈ કડોતરના આઈસર નંબર GJ 03 AT 3054 ના આગળ અને સાઈડના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ સાથે જ બાજુમાં પાર્ક કરેલા એક ક્રેટાના પણ આગળના કાચ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા. આ તમામ વાહનોમાં તોડફોડ કરીને અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે વાહન માલિકોએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
