News of Thursday, 9th July 2026
જામનગરમાં મીઠાની મિલ સામે દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો : આરોપીને ઝડપી લેતી સીટી બી ડિવિઝન પોલીસ
ધણશેરીની ખાડમા મીઠાની મીલ સામે બાબજી સીરામીક એન્ડ સેનેટરી નામની દુકાનમાંથી થયેલ ચોરીનો કેમેરા ફુટેજની મદદથી ભેદ ઉકેલી આરોપીને રૂપીયા ૯,૫૦૦/- સાથે પકડી પાડતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ

જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે. ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૬૧૪૭૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગુન્હો વણશોધાયેલ હતો આ કામે ફરીયાદીની ધણશેરી ની ખાડમા મીઠાની મીલ સામે આવેલ બાબજી સીરામીક એન્ડ સેનેટરી નામની દુકાન માંથી રાજ નામનો ચોર ઇસમ દુકાનમા અપપ્રવેશ કરી ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂ.૨૪,૦૦૦/- ની ચોરી કરી ગયેલનું જાહેર થતા ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષકડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલાની સુચના તથા પોલીસ ઈન્સપેકટર એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ ડી.જી.રાજ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
આજરોજ તા.૦૬/૦૭/૨૦૨૬ ના રોજ ઉપરોક્ત ગુન્હો શોધી કાઢવા સર્વેલન્સ સ્કોર્ડના પો.કોન્સ. પ્રહલાદસિંહ જાડેજા તથા પો.કોન્સ નિલેશભાઇ વજુભાઇ ઠાકરીયા નાઓ બનાવવાળી જગ્યાએ જઈ બનાવવાળી જગ્યા બાજુની દુકાનમા સી.સી.ટી.વી. ફુટેજ મળતા તે કેમરામા રાજ દેખાતો હોય જેનો ફોટો બાતમી દારોને મોકલી આરોપીની તપાસમા રહેવા જાણ કરેલ હોય સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન પ્રહલાદસિંહ જાડેજા તથા પો.કોન્સ નિલેશભાઇ વજુભાઇ ઠાકરીયા પો. હેડ કોન્સ જયપાલસિંહને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ચોરીનો આરોપી રાજ ગીતા લોજની પાછળના ભાગે ઉભો છે અને તેને સફેદ કલરનો આખી બાયનો સર્ટ તથા કોફી કલર જેવુ પેન્ટ પહરેલ જોવામાં આવતા તુરંત જ બે રાહદારી પંચોને બોલાવી પંચોને સમજ કરી પંચોને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ જતા ઉપરોક્ત વીગત વર્ણન વાળો ઈસમ ઉભેલ જોવામા આવેલ જેથી તુરંત જ મજકુરને કોર્ડન કરી મજકુરનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ-રાજ લલ્લુભાઇ કોળી જાતે.બાવરી ઉ.વ.૧૯ ધંધો-કાઇ નહી રહે. દિજામ સર્કલ પાસે, ખુલ્લી ફાટક બાવરી વાસ જામનગર વાળો હોવાનુ જણાવેલ મજકુરની અંગઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી ભારતીય ચલણની અલગ-અલગ-દરની નોટો મળી આવેલ જે ગણી જોતા રૂ.૯,૦૦૦/- હોય જે બાબતે મજકુરની પુછપરછ કરતા પોતે આજથી છ દિવસ પહેલા ધણશેરી ની ખાડમાં આવેલ એક દુકાનના વેંટીલેશન માંથી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ટેબલમાં રહેલ રોકડા રૂપિયા ૨૪,૦૦૦/- ની ચોરી કરેલ હોય તે પૈકીના રૂપિયા હોવાની કબુલાત આપતા મજકુર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂ.૯,૦૦૦/ ગણી મજકુર ઈસમને ગુનાના કામે એ.એસ.આઇ. આર.એમ.જાડેજાએ ધોરણ અટક કરી આગળની કાર્યવાહી માટે ત.ક.અ.ને સોપી આપેલ છે. આ વણશોધાયેલ ગુનો ખાનગી બાતમીદારોની મદદથી તથા સી.સી.ટી.વી.કેમેરા મદદથી શોધી કાઢેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ.એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, રવીકાંતભાઇ રાઠૌર, કપીલભાઈ ગુજરીયા, નીલેશભાઇ ઠાકરીયા દ્વારા કરવામાં આવેલ હતી
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
