<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કોકેઈન કેસના ત્રણેય આફ્રિકનોને મુન્‍દ્રા કોર્ટમાં રજૂ કરાશેઃ કાર્ગો શીપનો ડ્રગ્‍સ માટે ઉપયોગ લેટિન અમેરિકન કોકેન કાર્ટેલ સાથે સંકળાયેલી નવી મોડસ ઓપરેન્‍ડી

ATSએ ઝડપેલ કોકેઈનનો અત્‍યાર સુધીનો વિક્રમી જથ્‍થોઃ દરિયામાં કૂદનાર મુખ્‍ય આરોપીના મોતની આશંકાઃ દિલ્‍હીમાં ડિલિવરી લેવાના હતા એ બે ઝડપાયાઃ ડ્રગ્‍સ કઈ રીતે દિલ્‍હી પહોંચવાનું હતું એની તપાસ શરૂ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: ગુજરાત એટીએસ, કોસ્‍ટગાર્ડ અને કચ્‍છ એસઓજીએ ઝડપેલ ૧૧૫૦ કરોડના કોકેઈનના જથ્‍થાએ આંતરરાષ્‍ટ્રીય ડ્રગ્‍સ કાર્ટેલની લેટિન અમેરિકન મોડ્‍સ ઓપરેન્‍ડી છતી કરી છે. ગુજરાત પોલીસની ડ્રગ્‍સ દાણચોરી ઝડપવામાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ આ એક મોટી સફળતા છે. લેટિન અમેરિકન કોકેઈન કાર્ટેલ વૈશ્વિક કાર્ગો શિપિંગ રૂટ્‍સ અને બહુરાષ્‍ટ્રીય ક્રૂ સભ્‍યોનો ઉપયોગ કરીને દુનિયામાં ડ્રગ્‍સની સપ્‍લાય કરે છે. ભારતમાં માદક દ્રવ્‍યોની સપ્‍લાય કરવા માટે આ લેટિન અમેરિકન કોકેન કાર્ટેલ દ્વારા કરાતી ડ્રગ્‍સની દરિયાઈ દાણચોરીનો ભારતીય એજન્‍સીઓએ પર્દાફાશ કર્યો છે. આંતરરાષ્‍ટ્રીય ડ્રગ્‍સ સિન્‍ડિકેટ લાંબા અંતરની દરિયાઈ હિલચાલ દરમિયાન કોઈપણ શંકા ટાળવા માટે પરંપરાગત માછીમારી બોટને બદલે વ્‍યાપારી કાર્ગો જહાજોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમ જ ઈલેક્‍ટ્રોનિક ટ્રેકિંગ ઉપકરણો વાપરી રહ્યા છે. યુરોપ નામના આ જહાજ ઉપરની તપાસ દરમિયાન અધિકારીઓએ બ્રાઝીલથી લોડ કરાયેલ ૧૧૫૦ કરોડ રૂપિયાના ૧૫૦ કિલો કોકેઈન સાથે એક અદ્યતન સેટેલાઇટ ફોન અને એક એપલ ટેગ ઉપકરણ પણ જપ્ત કર્યું હતું.

આ ઉપકરણોમાં એપલ ટેગ જીપીએસ દ્વારા મુખ્‍ય હેન્‍ડલરને માલની હિલચાલને ટ્રેસ કરવામાં મદદરૂપ બને છે. જો માલ દરિયામાં નાખવો પડે તો એપલ ટેગ દરિયામાં ટ્રેસ કરવામાં મદદ કરી શકે છે.

આ માલ દિલ્‍હીમાં યુગાન્‍ડાના નાગરિક ૪૬ વર્ષીય બૈરુંગે જેમ્‍સ અને નાઇજીરીયાના ૩૩ વર્ષીય કેલ્‍વિન ચુકવુઆમાને પહોંચાડવાનો હતો. પોલીસની એક ટીમ દિલ્‍હી ગઈ હતી અને બંનેની ધરપકડ કરી અને તેમને અમદાવાદ ATS માં લવાયા છે. તપાસકર્તા એજન્‍સીએ તેમને આજે મુન્‍દ્રાની કોર્ટમાં રજૂ કરવા માટેની કાયદાકીય ગતિવિધિઓ હાથ ધરી છે. જહાજ ઉપરથી ઝડપાયેલ જુમા ઓમર અને દિલ્‍હીથી ઝડપાયેલ અન્‍ય બે આફ્રિકન વિદેશી નાગરિકોના રિમાન્‍ડ દરમ્‍યાન ભારતમાં કોકેઈન સપ્‍લાય સાથે સંકળાયેલ નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.

મુન્‍દ્રા પોર્ટ નજીક યાર્ડમાં ઉભેલા આ જહાજ ઉપર એજન્‍સીઓની ડ્રગ વિરોધી કામગીરી દરમિયાન તાંઝાનિયન ક્રૂ મેમ્‍બર, નિંગાઇટે નાસોરો જુમાને, એટીએસ અને કોસ્‍ટ ગાર્ડ ટીમોને જહાજની નજીક આવતા જોયા પછી સમુદ્રમાં કૂદી પડયો હતો. સૂત્રોએ જણાવ્‍યું હતું કે આ શંકાસ્‍પદ વ્‍યક્‍તિએ કથિત રીતે જહાજમાં માદક દ્રવ્‍યોના સંચાલન અને છુપાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. દરિયામાં પાણીનો પ્રવાહ અત્‍યંત હાઇ હોઈ તેના બચવાની શકયતા ખૂબ જ ઓછી છે.

કોસ્‍ટ ગાર્ડની મદદથી તેને દરિયામાં શોધવાની કામગીરી ચાલુ છે, પરંતુ તેનો મળતદેહ મળ્‍યો નથી. એજન્‍સીઓ ગુમ થયેલ કોકેઈન પેકેટ શોધવાનો પણ પ્રયાસ કરી રહી છે.

ગુજરાત ખ્‍વ્‍લ્‍ દ્વારા જપ્ત કરાયેલ આ અત્‍યાર સુધીનો સૌથી મોટો કોકેઈન જથ્‍થો છે. કોકેઈનની હેરાફેરી દરમિયાન, કાં તો ખૂબ જ ઓછી માત્રામાં કોકેઈન પકડવામાં આવે છે અથવા આ સપાટી જેવી મોટી કન્‍સાઇનમેન્‍ટ પકડવામાં આવે છે. આ કામગીરી ગુજરાત ખ્‍વ્‍લ્‍, કોસ્‍ટ ગાર્ડ, પોલીસ, લ્‍બ્‍ઞ્‍ કચ્‍છ વચ્‍ચેના સંકલનને કારણે સફળ બની છે. એજન્‍સીઓ હવે આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયાથી કાર્યરત હેન્‍ડલર્સ સાથે કાર્ટેલના સંભવિત સંબંધોની તપાસ કરી રહી છે

(11:55 AM IST)