News of Wednesday, 16th September 2026
સાયલા- ચાોટીલા હાઇવે ઉપર બે અકસ્માતમાં ત્રણના મોત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૬: સાયલા-ચોટીલા હાઈવે પર ૨ જુદા અકસ્માતોમાં ૩ લોકોના મોત થયા છે. વણકી ગામે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં મોરવાડ ગામના વિક્રમ કાંજીયા અને જગદીશ દેવીપૂજકના ઘટનાસ્થળે જ મળત્યુ થયું. ડોળીયા ગામ પાસે ૨ બાઈક અથડાતા લીંબડીના રમીલાબેન રાઠોડનું પણ મોત થયું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાઈકચાલકનું નિયંત્રણ છૂટતાં અથવા અચાનક બાઈક એસટી બસ પાછળ ધસી જતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં મળત્યુ પામનાર યુવાનોમાં વિક્રમ કાંજીયા અને જગદીશ દેવીપૂજકનો સમાવેશ થાય છે, જેઓ મૂળ ચુડા તાલુકાના મોરવાડ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ જ હાઈવે પર આવેલા ડોળીયા ગામના ઓવરબ્રિજ પાસે બીજો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સામસામે કે પૂરઝડપે આવી રહેલી બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ બીજા અકસ્માતમાં બાઈક પર સવાર રમીલાબેન રાઠોડ નામની મહિલાનું મોત નીપજ્યું હતું. મળતક રમીલાબેન લીંબડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આ બંને ગંભીર અકસ્માતો અંગે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
