<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં ચોરીની આશંકાએ ત્રણ શખ્શોએ લાકડી અને દોરી વડે માર મારી સાધુની હત્યા

મૂળ કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની ભરત મકવાણા છેલ્લા 12 વર્ષથી ભવનાથ તળેટીમાં સાધુ તરીકે રહેતા હતા

જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષે ભરત જીવવા મકવાણાની ત્રણ શખ્સોએ ચોરીની આશંકાએ લાકડી અને દોરી વડે માર મારી હત્યા નિપજાવવાનો બનાવ બન્યો મૂળ કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની ભરત મકવાણા છેલ્લા 12 વર્ષથી ભવનાથ તળેટીમાં સાધુ તરીકે રહેતા હોય અને જીવન જીવતા હોય અને તેમના પરિવારના ભાઈ રમેશભાઈને ફોન આવેલ કે ભરતભાઈ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે હોય ત્યારે તેઓએ જુનાગઢ ખાતે આવ્યો અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના ભાઈને માર મારવામાં આવ્યો હોય એને મૃત્યુ પામ્યા હોય ત્યારે આ બાબતની ફરિયાદ તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં આપતા ભવનાથ પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી મૃતકના ભાઈએ આરોપીઓને કડક સજા કરવા માંગ કરી છે.

કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના ભરત મકવાણા ભવનાથ તળેટીમાં સાધુ જીવન પ્રસાર કરતાં હોય એને રહેતા હોય ત્યારે વાઘેશ્વરી મંદિર પાસે મોડીરાત્રીના એક રીક્ષા પાસે ત્રણ શખ્સો ભરતભાઈ ને લાકડી અને દોરી વડે માર મારી રહ્યા હોય ત્યારે વાઘેશ્વરી મંદિરના કર્મચારીએ ઘટના જોતા 112 અને 108 ને કોલ કરી જાણ કરી હતી ગંભીરતા થવાના કારણે ભરતભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

પોલીસે તપાસ દરમિયાન આરોપી અતુલ રણમલ કડછાના પત્નીના મંગલસૂત્રની ચોરી ભરતભાઈએ કરી હોવાની આશંકાથી તેમને રિક્ષામાં બેસાડી ભવનાથથી નીકળ્યા હતા અને વાઘેશ્વરી મંદિર સામે પહોંચ્યા ત્યાં માથાકૂટ થઈ હતી અને અતુલ કડછા સાથે આવેલ અશોક બગડા અને અશોક પરમાર એ મૃતક ભરતભાઈને લાકડી અને દોરી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડતા એનું મૃત્યુ નીપજ્યું હોય ત્યારે ભવનાથ પોલીસે ગણતરીની કલાકમાં કાર્યવાહી કરી અતુલ રણમલ કડછા અશોક બગડા અને અશોક પરમાર ની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓને વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ  કરવામાં આવશે પકડેલ આરોપીઓ વિરુદ્ધ અતુલ કડછા અશોક બગડા અને મરણજનાર ભરત મકવાણા પર કુતિયાણા પોલીસમાં અગાઉ દારૂના કેસ પણ નોંધાયેલા છે. ચોરીની આશંકાએ ત્રણ શખ્સોએ સાધુ જીવન વ્યતિત કરતા આધેડને માર મારી ઊતર્યા મોતને ઘાટ સમગ્ર બનાવને લઈ ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.કે.હુંબલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:18 PM IST)