તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 6th July 2026
શેરબજારમાં શોર્ટ ટર્મ સાથે હાઇપ્રોફીટનું જણાવી ત્રણ શખ્સોએ બગસરાના પ્રૌઢ સાથે છેતરપીંડી કરી
રોકાણ કરાવી પૈસા પરત ન આપી રૂા. ૪ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ રોકાણ કરાવી પૈસા પરત ન આપી રૂા.૪ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: બગસરા નટવરનગરમાં રહેતા દિલિપગર ભીખુગર ગૌસ્વામી ઉ.વ.૫૨ સાથે તા. ૨૪-૧૨-૨૦૨૫ થી તા. ૨૪-૨-૨૦૨૬ દરમ્યાન તેમના વોટસએપ એકાઉન્ટ મોબાઈલ નંબર ૯૯૦૯૧૨૨૧૦૮ ઉપર મો. ૭૭૧૮૭૨૦૬૪૧ નો ઉપયોગ કરનાર, મો. ૮૯૮૫૨૦૨૮૧૯ નો ઉપયોગ કરનાર તથા યુકો બેંકના બેંક એકાઉન્ટ નં.૩૬૦૬૦૨૧૦૦૦૦૭૮૬ ના ખાતાધારક દ્વારા દિલિપગરનો વોટસએપ મારફત સંપર્ક કરી વોટસએપ ગ્રૂપમાં જોઈન કરી બેંક એકાઉન્ટ લગત વિગતો મેળવી તેમની વેબસાઈટ ઉપર જઈ ટ્રેડીંગ એકાઉન્ટ બનાવવા જણાવી રોકાણની સામે ૨૦૦ ટકા રીર્ટનની વાત કરી શેરબજારમાં શોર્ટ ટર્મ સાથે હાઈ પ્રોફીટનું જણાવી દિલિપગરને યશતેજ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લી.નો આઈપીઓમાં વોટસએપ ગ્રૂપમાં ૧૦,૦૦,૦૦૦ ની સામે રૂ.૪,૦૦,૦૦૦ નું રોકાણ યુકો બેંકના એકાઉન્ટ નં.૩૬૦૬૦૨૧૦૦૦૦૭૮૬ આરટીજીએસથી રોકાણ કરાવી દિલિપગરના બેંક ઓફ બરોડાના ખાતા નં.૪૩૨૫૦૨૦૦૦૦૧૪૩૧ માંથી રૂા.૪,૦૦,૦૦૦ નું આઈપીઓમાં રોકાણ સારૂ ટ્રાન્સફર કરાવી પૈસા પરત ન આપી સાયબર ફ્રોડ કરી ઠગાઈ કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલાના જાપોદર ગામે બે જુથ વચ્ચે મારામારી
રાજુલા તાલુકાના ઝાપોદર ગામે રહેતા મધુભાઈ દેવાતભાઈ ધાખડા ઉ.વ.૫૦ ડેલા પાસે બજારમાં મહેશ મનુભાઈ ધાખડા, મધુભાઈના ભત્રીજાને બજારમાં ઈકો ગાડી કેમ સ્પીડમાં ચલાવે છે.તેમ કહી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા હોય.જેથી મધુભાઈએ ગાળો બોલવાની ના પાડતા તેમને ધકકો મારી દિવાલ સાથે ભટકાવી જમણા હાથે મુંઢ ઈજા કરી તેમના કુટુંબી તેમને બચાવવા જતા તેમને પણ ધકકો મારી દઈ પછાડી કમરના ભાગે મુંઢ ઈજા કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે મહેશભાઈ મનુભાઈ ધાખડા ઘર બહાર શેરીમાં યુવરાજ અમરૂભાઈ ધાખડા ફોરવ્હીલ લઈને નીકળતા મહેશભાઈએ છોકા શેરીમાં રમતા હોય.જેથી ઈકો ગાડી સ્પીડમાં નહી ચલાવવાનું કહેતા સારૂ નહી લાગતા ગાળો બોલી માથામાં પાઈપનો એક ઘા મારી પ ટાંકા આવે તેવી ઈજા કરી વિજય પથુભાઈ ધાખડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
