News of Wednesday, 17th June 2026
હળવદના ઘનશ્યામપુર ગામના તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા : એક યુવકનું કરૂણમોત
તળાવમાં ડીસાથી ઘેટાની ઊન કાપવા આવેલા 3 યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થયા : 1 યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના તળાવમાં ડીસાથી ઘેટાની ઊન કાપવા આવેલા 3 યુવાનો ડૂબ્યા હતા. ઉંડા પાણીમાં ગરકાવ થવાના કારણે 1 યુવાનનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ઉનાળા કે ચોમાસા દરમિયાન જળાશયોમાં નહાવા પડતી વખતે ઊંડા પાણીનો અંદાજ ન આવવાને કારણે આવી કરુણ ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
