<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ભાવનગર કંપનીમાં કામ કરતા ત્રણ યુવાનોને તળાજા નજીક નડ્‍યો અકસ્‍માતઃ ૧નું મોત ૨ ને ગંભીર ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૬: ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા  નું પાટિયું  ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્‍માત ને લઈ રક્‍તરંજીત બન્‍યું હતું.જેમાં ભાવનગર ના એક મુસ્‍લિમ યુવાનનું મોત નિપજેલ છે. ઇજાગ્રસ્‍ત બે પૈકીના એક ભાવનગર અને એક તળાજાના પીઠલપુર ગામના રહેવાસી છે. બંનેને ભાવનગર રીફર કરવામાં આવ્‍યા છે.મળતક યુવાનના પરિવારજનોને સાંત્‍વના આપવા મુસ્‍લિમ સમાજના લોકો મોટી સંખ્‍યામા આવી પહોંચ્‍યા હતા.

મળતી વિગતો મુજબ ભાવનગર સુઝુકી બાઇક કંપનીમા નોકરી કરતા ત્રણ યુવાનો અલ્‍ફાઝ ફિરોઝભાઈ રાંધનપુરા ઉ.વ.૧૮,ઘુઘાભાઈ ઢાપા ઉ.વ.૨૫ રે.પીઠલપુર તા.તળાજા, આકાશ ધીરુભાઈ વાળા ઉ.વ.૨૪ રે ભાવનગર બાઇક લઈ મહુવા ડિલિવરી દેવા જતા હતા. સાંજના સમયે તળાજા થી આગળ પસ્‍વી નજીક અચાનક રોઝડું આવતા ત્રણેય યુવાનો ને ગંભીર ઇજાઓ પહોંચીહતી.જેમાં અલ્‍ફાઝ રંધનપુરાને મળત જાહેર કરેલ જ્‍યારે અન્‍ય બંનેને ભાવનગર રીફર કરવામાં આવ્‍યા હતા

(11:40 AM IST)