<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જુનાગઢમાં પરિક્રમાને લઇને મધરાતથી જ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

ડીઆઇજી પી. રાજેન્‍દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરાની સતત દેખરેખ હેઠળ અભેદ સુરક્ષા કવચ ૮ ઝોનમાં વિભાજનઃ બાજનજર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જુનાગઢ ગરવા ગિરનારી પાવનકારી પરિક્રમાનો વિધીવત પ્રારંભ થાય તે પૂર્વે જ ગતરાતથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે.

જુનાગઢ રેન્‍જના ડીઆઇજી પી. રાજેન્‍દ્રસિંહ ચુડાસમાની સુચના અને એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા, તેમજ ડીવાયએસપી રવિરાજસિંહ પરાર સહિત ૭ ડીવાયએસપી ૮ ઝોનમાં લીલી પરિક્રમા ના ૩૬ કિ. મી. લાંબા ગિરનાર જંગલ વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવશે. આ બંદોબસ્‍તમાં ૭ ડીવાયએસપી ર૮ પીઆઇ ૮૩ પીએસઆઇ ૮૧૮ પોલીસ ૭૦ ટ્રાફીક પોલીસ ર બી ડીડીએસ ૧ કંપની એસઆરપી ૧ પ્‍લાનટુન એસડી આર. એફ. રપ૦ હોમગાર્ડ ૭૧૦ જીઆરડી ૧૯૪ તાલીમર્થીને તૈનાત કરાયા છે.

તમામ ઝોનમાં ડીવાયએસપીનુ સુપર વિઝન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગિરનાર પરિક્રમા બંદોબસ્‍તમાં કુલ ૪૦ રાવટી પ પબ્‍લીક એનાઉસમેન્‍ટ સિસ્‍ટમ રાખવામાં આવેલ છે. સમગ્ર બંદોબસ્‍તમાં તમામ પોલીસ રાવટી ભવનાથ તેમજ ગિરનાર વિસ્‍તારને હાઇ રિસોબ્‍યુશન સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરવામાં આવેલ છે. જેનો કમાન્‍ડ કંટ્રોલ રૂમ ભવનાથ પોલીસ સ્‍ટેશન ખાતે બનાવવામાં આવેલ છે.

આ ઉપરાંત ગિરનારમામં પુણ્‍યનું ભાથુ બાંધવા આવનાર મહિલા બાળકો અને વૃધ્‍ધોની મદદ કરવા તેમજ સુરક્ષા સુનિヘતિ કરવા મામટે ઝોન વાઇઝ ૮-સી ટીમની રચના કરવામાં આવી છે.

તેમજ પરિક્રમાના વિવિધ રૂટ પર કેમેરા ગોઠવી તમામ પ્રકારની હિલચાલ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.

તેમજ જૂનાગઢ એલસીબી પીઆઇ બી. જી. ચેતરીયા, પીએસઆઇ ડી. કે. પટેલ, ડી. પી. ભાટી અને તેની ટીમ અને એસઓજીનાં પીઆઇ પી. કે. ચાવડા અને સ્‍ટાફ તેમજ એ ડીવીઝન પીઆઇ એ. બી. ચૌધરી બી ડીવીઝનના પીઆઇ ડી.વી. ડાંગર, સી ડીવીઝનના પીઆઇ પી. પી. ઝા તથા તાલુકા પીઆઇ એસ.કે. દેસાઇ તેમજ ભવનાથ પોલીસ સ્‍ટેશનના  ઇ.ચા. પીઆઇ શ્રી નિલમમ મારૂ અને ટ્રાફિક શાખાના પીએસઆઇ એસ. એન. જાડેજા અને તેનો મસમોટો કાફલો વ્‍યવસ્‍થા જાળવી રહ્યા છે.

(1:05 PM IST)