તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 16th July 2026
વિરપુરના મહામાનવ-પૂ.જલારામબાપા પરિવારના પૂ. બટુકબાપાની આજે પુણ્યતિથિ
પૂ.રણછોડદાસ બાપુના પરમશિષ્ય તરીકે પૂ.બટુકબાપાએ ઓરિસ્સા-બિહારમાં તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ પુર-હોનારત સમયે સેવાકાર્ય કર્યા'તા

રાજકોટ, તા., ૧૬: વિરપુર(જલારામ) ના પૂ. બટુકબાપાની આજે પુણ્યતિથિ છે. પૂ.બટુકબાપાએ અનેક સેવાકાર્યો કરીને વિરપુરના મહામાનવ તરીકેની છાપ ઉભી કરી હતી.
વિરપુર (જલારામ) ના ગિરધરરામબાપા ચાંદ્રાણીના દિકરા તથા પુર્વ ગાદીપતિ પૂ.જયસુખરામબાપાના નાનાભાઇ તથા હાલના ગાદીપતિ પૂ.રઘુરામબાપાના કાકા પૂ.બટુકબાપાએ અનેકવિધ સેવાકાર્યો કર્યા હતા. લાતુરમાં ધરતીકંપ, મોરબીમાં પૂર-હોનારત તથા જુનાગઢના ઓજત નદીના પુર-હોનારત સમયે રાહત કાર્યમાં સતત જોડાયેલા રહયા હતા. ઓરીસ્સા અને બિહારમાં પૂ.રણછોડદાસબાપુના પરમશિષ્ય તરીકે તેઓની સાથે રહીને પૂર-હોનારત સમયે પૂ.બટુકબાપાએ સેવા કરી હતી.
૧૯૯૮ માં અષાઢી બીજના દિવસે પૂ.બટુકબાપા બ્રહ્મલીન થયા હતા. તેમ વિરપુર (જલારામ)ના પંકજભાઇ અને રમેશભાઇ ગઢીયાએ જણાવ્યું છે

(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
