<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

આજે છે ગુજરાતનો સ્‍થાપના દિવસ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧ : તા.૧ મે, ૧૯૬૦ના દિવસે ગુજરાતની સ્‍થાપના થઇ તેને આજે ૬૬ વર્ષ પુરા થયા છે. ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી હતા જીવરાજભાઇ મહેતા. જેનું શાસન ૧૯૬૩ સુધીનું રહયું. બાદમાં રાજયના મુખ્‍યમંત્રીઓ બદલાતા રહયા. જીવરાજભાઇ મહેતા બાદ બળવંતરાય મહેતા, બાદ હિનેન્‍દ્ર દેસાઇ, ઘનશ્‍યામભાઇ ઓઝા, ચીમનભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, સુરેશભાઇ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ અને કેશુભાઇ પટેલ, વચ્‍ચે ૧૯૯૬ માં રાજયમાં અલ્‍પ સમય માટે રાષ્‍ટ્રપતિ શાસન પણ રહેલું. પણ રાજયના આ કુલ તેર વ્‍યકિતઓ ગુજરાતના સીએમ રહયા. કેટલાકે એકથી વધુ ટર્મ પણ શાસન કરેલું. બાદમાં ગુજરાતમાં સીએમ પદે ચૌદમાં વ્‍યકિત આવ્‍યા નરેન્‍દ્રભાઇ મોદી. જેઓ ચૌદ વર્ષ ગુજરાતના મુખ્‍યમંત્રી પદે રહયા. અને બે હજાર ચૌદમાં દેશના પીએમ બન્‍યા. જે શાસન કાળને પણ આવનારા દિવસોમાં ચૌદ વર્ષ પુરા થશે.

રાજયનો આજે સ્‍થાપના દિવસ છે. ત્‍યારે પ્રસંગોચિતએ ઉલ્લેખ પણ અનિવાર્ય ગણાશે કે નરેન્‍દ્રભાઇ મોદીના ૧૪ વર્ષના સીએમ કાર્યકાળમાં રાજયમાં ભ્રષ્‍ટાચાર, દારૂના હાટડા, ગાંઠીયા દાદાઓનું પ્રભુત્‍વ, જે તે પોલીસ મથકોના અધિકારીઓમાં ટ્રાફીક પ્રશ્ને પણ ઉદાસીનતા વગેરે બાબતે અંકુશમાં રહી હતી. હવે તે વધ્‍યું છે.

(1:51 PM IST)