News of Thursday, 28th May 2026
આજના યુગમાં કૃષિ ઋષિ અને પ્રાકૃતિ ખેતી અનિવાર્યઃ પર્યાવરણ વિદ વી. ડી. બાલા
પોરબંદર ની ચમ મેમોરિયલ ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ખાતે રાજકોટની નેચર ક્લબ દ્વારા રાહદરે ફૂલછોડ રોપા વિતરણ આયોજન સંપ્પ્નઃ શહેરના પર્યાવરણી પ્રેમીઓ ઉમટયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : તા.૨૮: રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા પોરબંદરની ચમ મેમોરિયલ ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ખાતે રાતદરે ફૂલ છોડ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શહેર ના લોકો, પ્રબુધ્ધ નાગરિકો અને પર્યાવરણ પ્રેમી ઉમટયા હતા.
આજના આધુનિક યુગમાં માણસ પોતાનાં સ્વાર્થ સાધવા પ્રકળતિ નો આડેધડ નાશ કરતો રહ્યો છે. જેથી પ્રકળતિ માં રહેનાર દરેક સજીવ ના જીવન ઉપર ખતરો ઉભો થયો છે મનુષ્ય ના વ્યવહાર ના કારણે ઘણા પશુ પક્ષી અને પ્રાણીઓ લુપ્ત થઇ ગયા છે તો ઘણા ખરા લુપ્તતા ના આરે છે જો આવુજ બનતું રહ્યું તો પર્યાવરણ ની સમગ્ર જીવ સળષ્ટિ અને મનુષ્ય જીવન ઉપરખતરો ઉભો થશે ભવિષ્યમાં આવી સ્થિતિ ઉદભવે નહિ અને માણસ અત્યારથીજ પ્રકળતિ પ્રત્યે સંભાનબને એ ઉદ્દેશ ધ્યાનમાં રાખી રાજકોટ ની નવરંગ નેચર ક્લબ દ્વારા પોરબંદર ચમ મેમોરિયલ ઈંગ્લીસમીડીયમ સ્કુલ ખાતે સ્કુલના પરિસરમાં રાહત દરે ફૂલ છોડરોપા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ હતું.
આ શ્રી ચમ મેમોરિયલ ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ ના ટ્રષ્ટિ અને પર્યાવરણ પ્રેમી કમલભાઇ પાઉની ઉપસ્થિત માં યોજાયેલ આ રાહત દરે ફૂલ છોડ રોપા વિતરણ કાર્યક્રમમાં રાજકોટની નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી ડી. બાલા, પોરબંદરની આર જી. ટીચર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલજાણીતા કેળવણીકાર ડો એ. આર. ભરડા, પોરબંદર સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર, બર્ડઝ કંઝર્વેશન સોસાયટી ના પ્રમુખ શ્રી ભરત ભાઇ રૂઘાણી જાણીતા એડવોકેટ શ્રી અશોક ભાઇ પુરોહિત ગોઢા ણિયા યોગા કોલેજ ના ડાયરેક્ટર શ્રી જીવા ભાઇ ખૂંટી ઉપસ્થિત રહ્યા હતા.
નવરંગ નેચર ક્લબ ના પ્રમુખ વી. ડી. બાલા એ જણાવ્યું હતું કે આજના યુગમાં કળષિ, ઋષિ અને પ્રાકળતિ ખેતી અનિવાર્ય ગણાવી ને ભારત ની ઇ. સં .૧૯૫૧૨ની રાષ્ટ્રીય વનનીતિ મુજબ દેશમાં ૩૩ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તેને બદલે દેશમાં ૨૩ ટકા વિસ્તારમાં જન્ગલો છે જયારે ગુજરાતમાં કેવલ ૧૦ ટકા છે ભૌતિક લાલસની દોડમાં પર્યાવરણની અવનીતિ કરી છે ત્યારે વળક્ષો વાવો અને વવડા વો દરેક પરિવારનો એક સભ્ય વળક્ષ વાવે તો પર્યાવરણની અવનીતિ અટકે તેમણે પોરબંદર ની પર્યાવરણ ક્ષેત્રની પ્રવૃતિ ને બિરદાવી હતી.
આ અવસરે પોરબંદરની આર. જી. ટી ચર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને જાણીતા કેળવણીકાર ડો. એ. આર. ભરડા એ જણાવ્યું હતું કે આજે ગ્લોબલ ર્વોમિંગ ના કારણે પળથ્વીનું તાપમાન વધી રહ્યું છે આની સામે આપણી પાસે એકજ વિકલ્પ છે વળક્ષો વાવો અને તેની માવજત કરો રાશયણિક ખાતરના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દરિયાઈ પટ્ટી પરના ગામડા ઓમા કેન્સર ના દર્દી ઓ વધી રહ્યા છે ત્યારે ઘર આંગણે શાકભાજી વાવવાનો અને ઓર્ગેનિક ખેતી ને અપનાવવાનો સમય પાકી ગયો છે.
રાહતદરના રોપા વિતરણ કાર્યક્રમમાં સ્કુલના ટ્રષ્ટિ હિતેન્દ્રભાઇ પાઉ, હિરેનભાઇ પાઉ, ચમ ઈંગ્લીસ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ ડો. સુનયના ડોગરા, ગુજરાતી મીડીયમ સ્કુલ ના પ્રિન્સિપાલ શ્રી હિના બેન મેઘનાથી,સેવા રાજકોટના શ્રી રાજેશભાઇ વાઘાણી શ્રી કોમલ બેન વાઘાણી પર્યાવરણ પ્રેમી શ્રી વિનુભાઈ વાળા શ્રી ભરતભાઇ સત્ય દેવ જા,ણીતા એડવોકેટ અશોકભાઇ પુરોહિત, જગદીશભાઈ થાનકી, લલિતભાઇ ત્રિવેદી, સ્કુલનો સ્ટાફ પરિવાર શહેરના પ્રબુધ્ધ નાગરિકો પર્યાવરણ પ્રેમીભાઇ બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા શહેરના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને રાહત દરનાફૂલ છોડના રોપાનો લાભ લઇ આ પર્યાવરણ કાર્યક્રમને વેગવાન બનાવવા સંકલ્પ લીધા હતા.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
