<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્‍થિતીમાં જસદણ વિંછીયા તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે કાલે સંકલન બેઠક

અરજદારોએ પોતાના લેખીત પ્રશ્નો સાથે ઉપસ્‍થિત રહેવા અનુરોધ

(ધર્મેશ  કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૮: જસદણ અને વિછીયા તાલુકાના પડતર રહેલા વિવિધ પ્રશ્નની ચર્ચા માટે તા.૧૯/૧૧/૨૦૨૬ ને ગુરૂવારના રોજ  સવારના ૧૦ કલાકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્‍થિતીમાં તાલુકા સંકલન સમિતિની બેઠકનું આયોજન જસદણ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવ્‍યું છે.

આ બેઠકમાં સિચાઈ, પંચાયત, શિક્ષણ, એસ.ટી, પાણી પુરવઠા, મહેસુલ, પોલીસ, ફોરેસ્‍ટ, મહેસુલ, પી.જી.વી.સી.એલ, નગરપાલીકા, સહીતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે આ સમયે જાહેર જનતામાંથી નાગરિકો,  અરજદારો, કાર્યકરો, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, જીલ્‍લા તાલુકા પંચાયત, નગરપાલીકાના સદશ્‍યોએ પોતાના લેખિત પ્રશ્નો આધારપુરાવા સાથે ઉપસ્‍થિત રહેવા  યાદીમાં અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(11:05 AM IST)