<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

બેડી મતક્ષેત્રમાં ભાજપ તરફી ઘટાટોપ વાદળોમાંથી વરસ્‍યા મુશળધાર મત

ટીમ શૈલેષ અજાણીએ વીજળીના ‘ચમકારે' સફળતાના મોતીડા પરોવ્‍યા રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતમાં વિજયઃ ચૂંટણી ઇન્‍ચાર્જ કહે છે સૌનો આભાર

રાજકોટ તા. ૩૦ :.. જિલ્લા પંચાયતની બેડી બેઠક અને તેની સાથે સંકળાયેલ તાલુકા પંચાયતોની બેઠકમાં ભાજપના ભવ્‍ય વિજય બદલ સમગ્ર મતક્ષેત્રના ભાજપના ચૂંટણી ઇન્‍ચાર્જ શૈલેષ અજાણીએ સહયોગી સૌનો આભાર માની જીતનો જશ સહીયારો પુરૂષાર્થને આપ્‍યો છે.

 જિલ્લા ભાજપ ટીમ એ મારી ઉપર વિશ્વાસ મૂકી મને બેડી  જિલ્લા પંચાયત સીટનો ચૂંટણી ઇન્‍ચાર્જ બનાવ્‍યો અને મેં ચૂંટણી ઇન્‍ચાર્જ તરીકે નિષ્ઠાથી, તન,મન,ધન થી સર્વે કાર્યકર્તાઓને સાથે રાખી જિલ્લા ભાજપના પ્રમુખ  અલ્‍પેશભાઈ ઢોલરીયા પ્રભારીશ્રી ભરતભાઈ આર્ય ત્રણેય મહામંત્રીશ્રી ઓના ચૂંટણી લક્ષી માર્ગદર્શનથી તેમજ પૂર્વ પ્રમુખ નાગદાણભાઈ ચાવડાના માર્ગદર્શનથી બેડી ૩ જિલ્લા પંચાયત સીટ અને ગૌરીદડ તાલુકા પંચાયત, પરાપીપળીયા તાલુકા પંચાયત, અને બેડી તાલુકા પંચાયત સીટ સૌ કાર્યકર્તાઓ આગેવાનોના સહયોગ અને મહેનતથી ખૂબ લીડ થી જીત મેળવે છે. મારા ઉપર જિલ્લા ભાજપ ટીમે જે વિશ્વાસ મૂકેલ એ વિશ્વાસ ને મેં પરિશ્રમની પરાકાસ્‍ટા સર્જી ચરિતાર્થ કર્યો છે એનું પરિણામ મળ્‍યું છે. તે  બદલ જીલ્લા ભાજપ ટીમનો અને સર્વે કાર્યકર્તાઓનો  આભાર માનું છું. અને સર્વે મતદારો પ્રત્‍યે કાયમ કળતજ્ઞતા વ્‍યક્‍ત કરું છું તેમ ચૂંટણી ઇન્‍ચાર્જ  શૈલેષ અજાણીએ જણાવેલ છે.

(11:42 AM IST)