News of Monday, 13th July 2026
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને પજવણી કરતા હોવાનો વિડિઓ વાયરલ થતા તપાસ શરૂ
વીડિયો સામે આવ્યા બાદ ઝૂ તંત્રે ઘટનાની ગંભીર નોંધ લઈને વાયરલ વીડિયો અને ઝૂ પરિસરમાં લાગેલા CCTV ફૂટેજના આધારે સંડોવાયેલા લોકોની ઓળખ કરવાની કરવાની તજવીજ

જૂનાગઢના સક્કરબાગ ઝૂ માંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક મુલાકાતીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોવાનું જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ વન્યજીવોની સુરક્ષા અને ઝૂની દેખરેખને લઈને સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકતા જોવા મળે છે. આ હરકતથી વાઘને હેરાન કરવાનો પ્રયાસ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાનો વીડિયો ત્યાં હાજર અન્ય એક મુલાકાતીએ મોબાઇલમાં કેદ કર્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો.
વીડિયો સામે આવ્યા બાદ ઝૂ તંત્રે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. વાયરલ વીડિયો અને ઝૂ પરિસરમાં લાગેલા CCTV ફૂટેજના આધારે સંડોવાયેલા લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
આ ઘટના બાદ સક્કરબાગ ઝૂ ની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. અગાઉ પણ કેટલાક પ્રસંગોએ મુલાકાતીઓ દ્વારા વન્ય પ્રાણીઓને હેરાન કરવાના બનાવો સામે આવ્યા હતા. વન્યજીવોને ઉશ્કેરવા અથવા તેમના આવાસમાં ખલેલ પહોંચાડવી કાયદેસર ગુનો માનવામાં આવે છે.
હાલ તંત્ર તપાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેના પર સૌની નજર છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
