<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

બરડા જંગલ સફારીમાં એક સાથે ૭ સિંહના ગ્રુપના દર્શનથી પ્રવાસીઓ રોમાંચિત

તહેવારોની રજામાં જંગલ સફારી પર્યટકોથી ઉભરાયું: પ્રકૃતિનો ભરપુર આનંદ માણ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩: દિવાળીના તહેવારોની રજામાં બરડા જંગલ સફારીઓ પ્રવાસીઓથી ઉભરાયુ હતું. પ્રવાસીઓએ એક સાથે ૭ સિંહના ગ્રુપના દર્શનનો લહાવો મૃતા તેઓ રોમાચિંત થઇ ઉઠયા હતા.

દિવાળીના તહેવારો દરમિયાન પોરબંદર જિલ્લાના પ્રવાસન સ્‍થળ બરડા જંગલ સફારીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તહેવારોની રજાઓમાં મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ બરડા જંગલ સફારીની મુલાકાત લઈ પ્રકળતિ આનંદ માણી રહ્યા છે સિહદર્શનના પ્રવાસીઓના ઉત્‍સાહ વચ્‍ચે સફારી દરમિયાન એકસાથે સાત સિંહના ગ્રુપનું દર્શન થતાં પ્રવાસીઓમાં ભારે રોમાંચ અને ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

જંગલના કુદરતી વાતાવરણમાં એકસાથે સાત સિંહને નિહાળવાની આ અનોખી તક પ્રવાસીઓ માટે યાદગાર બની રહી હતી. સિંહોના આ અદભુત દર્શનથી બરડા જંગલ સફારીનું આકર્ષણ વધુ વધ્‍યું છે. વન્‍યજીવન અને પ્રકળતિપ્રેમીઓ માટે બરડા જંગલ સફારી દિવાળીના વેકેશન દરમિયાન ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બની ગયું છે.

(1:47 PM IST)