News of Monday, 28th September 2026
મોરબીના પરા બજારમાં વેટ મિક્સની ધૂળ અને કાંકરા ઉડતા વેપારીઓ ત્રસ્ત.
સમસ્યાથી કંટાળેલા વેપારીઓએ મંત્રીને રજૂઆત કરી: મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના પરા બજાર વિસ્તારમાં ખાડા પડી ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ત્યાં વેટ મિક્સ નાખવામાં આવ્યું હતું. વેટ મિક્સ નાખ્યા બાદ અત્યારે તેમાંથી ધૂળ અને કાંકરા ઉડી રહ્યા છે. આ કાંકરા વાહનના ટાયરમાં ફસાઈને ઉડીને ગોળી માફક આસપાસની દુકાનોના કાચ સાથે ભટકાઈ રહ્યા છે. જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ સમસ્યાથી પરેશાન વેપારીઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મંત્રી કાંતિલાલ અમૃતિયા હાજર હતા. વેપારીઓએ મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી કે આ બાબતે મહાનગરપાલિકામાં કોઈ સાંભળતું નથી.
વેપારીઓની સમસ્યા સાંભળીને મંત્રીએ તાત્કાલિક ધોરણે અધિકારીઓને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું. તેમજ મંત્રીએ વેપારીઓને ખાતરી આપી હતી કે તેમની આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
