<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મોરબીના વૈદેહી પાર્ટીપ્લોટમાં પરંપરા ગ્રુપ દ્વારા ગોકુલ રાસઉત્સવમાં પરંપરાગત રાસની બોલશે રમઝટ.

20 વીઘાનું વિશાળ ગ્રાઉન્ડ cctv કેમેરાથી સજ્જ, વિશાળ પાર્કિંગ, ફૂડઝોન સાથે પ્રસિદ્ધ ગાયકો ખેલૈયાઓને મન મુકી "માં"ના ગુણગાન ગાવા સાથે રાસે સમાડશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં નવરાત્રી 2026 દરમિયાન ગોકુળ રાસ ઉત્સવમાં, વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે પરંપરા ગ્રુપ સાથે પરંપરાગત રાસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પીપૂડી અને ત્રાંસાના તાલે રમાતા રાસ દ્વારા ખેલૈયાઓને પરંપરાગત સંસ્કૃતિનો અનોખો અનુભવ મળશે. આધુનિક ગરબાની સાથે પરંપરાગત રાસની ઝલક આ ઉત્સવનું ખાસ આકર્ષણ બનશે.
20 વીઘાનું વિશાળ ગ્રાઉન્ડ cctv કેમેરાથી સજ્જ, વિશાળ પાર્કિંગ, ફૂડઝોન સાથે પ્રસિદ્ધ ગાયકો ખેલૈયાઓને મન મુકી "માં"ના ગુણગાન ગાવા સાથે રાસે સમાડશે.

(11:18 PM IST)