News of Tuesday, 19th May 2026
એક્સિડેન્ટ ઝોન બનેલા કચ્છના રતનાલ હાઇવે ઉપર ચક્કાજામ: અન્ડર પાસ બનાવવાની માંગ સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા : જુઓ વિડીયો
રાજ્યમંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખના ગામ રતનાલ પાસે લોકોનું જન આંદોલન, નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ લોકોની ઉગ્ર માંગણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : ત્રણ ત્રણ માનવ જિંદગીઓ ભરખી જનાર અકસ્માત ઝોન બનેલ કચ્છના રતનાલ હાઇવે ઉપર આજે લોકોએ જન આંદોલન છેડ્યું છે. ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામને જોડતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ લોકોએ રજૂઆત કરી છે કે અહીં અન્ડર પાસ બનાવી આપવામાં આવે. બાયપાસ રોડ ઉપર અલગ અલગ ગામને જોડતા રસ્તાઓ ઉપર ગતિ અવરોધક બોર્ડ કે રસ્તાઓ અંગેની માહિતી દર્શાવતા બોર્ડ નથી. રાજ્ય સરકારમાં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળતા ત્રિકમભાઈ છાંગા અને કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ બંને રતનાલ ગામના જ વતની છે. ચક્કાજામને પગલે બંને બાજુએથી ટ્રાફિક જામ થયો હતો.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
