તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Wednesday, 4th November 2026
મોરબીમાં બીજા દિવસે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
બાપા સીતારામ ચોકની રવાપર ચોકડી સુધી ફુટ પેટ્રોલીંગ બાદ ચેકીંગઃ ૪૧ વાહનોને દંડ અને ૭૪ વાહનો ડીટેઇન કરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબી શહેરમાં તહેવારની મોસમમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સળંગ બીજા દિવસે પણ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા બાપા સીતારામ ચોકથી શરૂ ક૨ીને ૨વાપર ચોકડી સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અવની ચોકડી, ઉમિયા સર્કલ, સ્કાય મોલથી લઈને ભક્તિનગર સુધીના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન રોડ પર આડેધડ પાર્ક કરેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર મળી કુલ ૪૧ વાહનોના ચાલકોને દંડ ફટકારીને કુલ રૂ. ર૦,પ૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૪ વાહનોને લોક મારીને કડક કાર્યવાહી કરાઈ હતી. રોડ પર સ્ટોલ નાખીને ઊભા રહેતા લોકોને પણ સ્પષ્ટ તાકીદ કરાઈ હતી કે ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે વાહન પાર્ક થાય તેવી વ્યવસ્થા કરે, અન્યથા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે. આ સમગ્ર ડ્રાઈવ ટ્રાફિક પીઆઈ એચ.વી. ઘેલા, પીએસઆઈ ડી.બી. ઠક્કર, એન.ઓ. અબડા અને ટ્રાફિક સ્ટાફ દ્વારા સઘન રીતે ચલાવવામાં આવી હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
