<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

અમૃત પર્વની તૈયારી દરમિયાન દુર્ઘટના : સોમનાથ ત્રિવેણી સંગમ નજીક નગર પાલિકાના કર્મચારીનું નારીયેળી પરથી પટકાતા મોત

કર્મચારી સુરક્ષાના કારણોસર નારીયેળી દૂર કરવા ગયેલ ડાભોર ગામના 32 વર્ષિય મહેશ બારિયાનું મોત: પરિવાર અને કોળી સમાજમાં શોકની લાગણી:વેરાવળ સિવિલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા

સોમનાથમાં અમૃત પર્વની તૈયારીઓ દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. નગર પાલિકાના કર્મચારીનું નારીયેળી પરથી પટકાતા મોત નિપજ્યું છે. સોમનાથ ત્રિવેણી સંગમ નજીક ગઈ કાલે રાત્રે આ દુર્ઘટના ઘટી હતી. કર્મચારી સુરક્ષાના કારણોસર નારીયેળી દૂર કરવા માટે ગયો હતો. ડાભોર ગામના 32 વર્ષિય મહેશ બારિયાનું મોત થયું છે. પરિવાર અને કોળી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. વેરાવળ સિવિલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતાં. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ચુડાસમા હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરિવારજનોએ પાલિકા તંત્રની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. લીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

(11:05 AM IST)