તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
જુનાગઢમાં ગીરનાર પરિક્રમામાં દુઃખદ ઘટના : દાતાર પર્વત પર ચીથરીયા પીરની જગ્યા પાસે યાત્રિકનું હાર્ટ એટેકથી મોત
મહંતશ્રી ભીમ બાપુએ તાત્કાલિક મૃતકનો મૃતદેહ નીચે ઉતારવા માટેની તજવીજ હાથ ધરી : પરિક્રમા દરમિયાન વૃદ્ધ અને હૃદયરોગના દર્દીઓએ ખાસ કાળજી રાખવા તંત્ર દ્વારા અપીલ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૧ : જૂનાગઢ ગીરનાર પરિક્રમા કરવા આવેલા એક યાત્રિકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. આ ઘટના ઉપલા દાતારની જગ્યા ખાતે ચીથરીયા પીરની જગ્યા પાસે બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગીરનાર પરિક્રમા કરવા આવેલા એક યાત્રિકને અચાનક હૃદય બેસી જતા હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.
આ બાબતની જાણ થતાં જગ્યાના મહંતશ્રી ભીમ બાપુએ તાત્કાલિક મૃતકનો મૃતદેહ નીચે ઉતારવા માટેની તજવીજ હાથ ધરી છે. પરિક્રમાના રૂટ પર આવેલી આ જગ્યાએ અન્ય યાત્રિકોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પરિક્રમા દરમિયાન વૃદ્ધ અને હૃદયરોગના દર્દીઓએ ખાસ કાળજી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
