News of Sunday, 2nd August 2026
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો ; વહીવટી તંત્ર સતર્ક
ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાકોટડી ગામોને એલર્ટ જાહેર :નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકત સુરક્ષિત સ્થાને રાખવા અપીલ

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે ત્રિવેણી ઠાગા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમની સપાટી ૧૭ ફૂટે પહોંચતા ઓવરફ્લો થયો છે. ડેમમાં ૧૭૬ ક્યુસેક પાણીની આવક-જાવક નોંધાઈ છે.ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ ડેમની સ્થળ પર મુલાકાત લઈ સમીક્ષા કરી છે. ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાકોટડી ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે
.નાયબ કલેક્ટરે નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકત સુરક્ષિત સ્થાને રાખવા અપીલ કરી છે. સરપંચ અને તલાટીઓને નદીકાંઠે સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સતર્ક છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
