<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

પોરબંદર શ્રી હરિ મંદિરમાં પૂ.ભાઈશ્રીની પ્રેરણાથી તુલસી વિવાહ મહોત્‍સવ

રવિવારે શાષાોક્‍ત વિધિ-વિધાન અને લગ્નગીતો સાથે ભગવાન શાલિગ્રામ તથા તુલસીજીના વિવાહઃ આતશબાજીઃ દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા નિમંત્રણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: પોરબંદરના શ્રીહરિ મંદિરમાં ભવ્‍ય તુલસી વિવાહ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી આગામી ૨૨ નવેમ્‍બરના રોજ યોજાનારા આ મહોત્‍સવમાં જીટીપીએલ પરિવાર ના મોભી રાજભા જેઠવા દ્વારા જાન નું આયોજન કરાયું છે.

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં દર વર્ષની ધાર્મિક પરંપરાને આગળ ધપાવતા આગામી તા. ૨૨ નવેમ્‍બર અને રવિવારના રોજ તુલસી વિવાહ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી યોજાનારા આ મહોત્‍સવનો પ્રારંભ સાંજે ૭ વાગ્‍યે વાજતે ગાજતે ભગવાન શાલિગ્રામની જાનના આગમન સાથે થશે. જેમાં તળપ્તિબેન તથા ધીરજભાઈ પંડિત પરિવાર તેમજ ઊર્મિલાબેન સોલંકી પરિવાર યજમાન રહેશે જેમના દ્વારા મંદિરના પ્રાંગણમાં જાનનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે.

આ પ્રસંગે આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ રાત્રે ૮:૩૦ વાગ્‍યે શ્રીહરિ મંદિરમાં શાષાોક્‍ત વિધિ-વિધાન અને લગ્નગીતો સાથે ભગવાન શાલિગ્રામ તથા તુલસીજીના વિવાહ સંપન્ન થશે. વિવાહ વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્‍થિત હરિભક્‍તો માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે. તો આ પ્રસંગ માં ખાસ કરી ને જીટીપીએલ ના ડાયરેક્‍ટર અને રાજપુર સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા જાન પ્રયાણ કરાશે તેમની આગેવાની માં મોટી સંખ્‍યામાં શહેરીજનો, રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્‍થા ના આગેવાનો પણ જાન માં જોડાય અને તુલસી વિવાહ માં સહભાગી બનશે. ભદ્રકાળી લોહાણા મહાજન વાડી ખાતે સાંજે પાંચ વાગ્‍યે વિધિવત રીતે ભગવાન શાલીગ્રામ ની પૂજા વિધિ કરી ત્‍યારબાદ સાંજે છ કલાકે જાન પ્રયાણ થશે. તો ભક્‍તો ને આવવા જવા માટે સુદામા ટ્રાવેલ્‍સ ના સંચાલક રવિરાજસિંહ રાજભા જેઠવા દ્વારા નિશુલ્‍ક બસ ની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

      આ પાવન ધાર્મિક પ્રસંગે ભગવાન શાલિગ્રામ અને લક્ષ્મીસ્‍વરૂપા તુલસીજીના વિવાહના દર્શનનો લાભ લેવા તમામ હરિભક્‍તોને આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(10:52 AM IST)