News of Tuesday, 28th July 2026
બગસરાના જુના વાઘણીયા, અમરેલીના નાના ભંડારીયા ગામે ઘરફોડ ચોરીઓ કરનાર બે ઇસમો ઝડપાયા

અમરેલી, તા., ર૮: એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે શકમંદ ઇસમોને રોકડ તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતા બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે રહેણાંક મકાન, દુકાનો તથા મંદેીર મળી પાંચ અલગ અલગ જગ્યાએ તેમજ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે અલગ અલગ ચાર રહેણાંક મકાનોમાં ઘરફોડ ચોરી તેમજ ચોરીનો પ્રયાસ કરેલની કબુલાત આપતા, બગસરા તથા અમરેલી રૂરલ પો.સ્ટે.માં રજી. થયેલ ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી (૧) સમરૂભાઇ કીલુ ઉફે ખેલસીંગ બારીયા, રહે. ફુર તળાવ, બારીયા ફળીયું, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. માંગવાપાળ, વરૂડી પુલ પાસે, (૨) શુરૂભાઇ ઉફે સુરો પુનસીંહ વણજારા, રહે.સોલીયા, બાબા ેવ ફળીયું, હાલ રહે. કુંકાવાવ, તા.વડીયા, છે અને પકડવાના બાકી આરોપી (૧) સાલમ પારસીંગ ગણાવા, (૨) કબમલભાઇ ેરીયાસીંગ ગણાવા, (૩) જગુભાઇ નારસીંગ બારીયા, રહે.ફુર તળાવ, (મધ્યપ્રદેશ) છે.
કબ્જે કરેલ મુદામાલ રોકડા રૂ.૯,૫૦૦/-તથા એન્ડરોઇલ મોબાઇલ ફોન નંગ -૧ કકં.રૂ.૧૦,૦૦૦/-તથા એક હીરો કંપનીની સ્્લેન્ડર પ્રો. મોડલ મોટર સાયકલ જેના રજી. નં. GJ-03-HN-૯૨૧૫ કિં.રૂ.૩૫,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૫૪,૫૦૦/-નો મુદ્દામાલ છે.
પકડાયેલ આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓ ગઇ તા.૨૧/૦૭/૨૦૨૬ ના સવા બારેક વાગ્યે બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે એક રહેણાંક મકાનના મેઇન ડેલાનું તાળુ તોડી, મકાનમાં પ્રવેશ કરી, રૂમમાં રાખેલ કબાટમાંથી રોકડ રકમ તથા સોનાના ચોંદીના દાગીનાની ચોરી કરેલ તેમજ એક એગ્રોની ેદુકાનનો દરવાજો તોડી, દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરેલ તેમજ એક મંદીરની દાનપેટી તોડી, દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ તેમજ એક પાનની દુકાનનું શટર તોડી, ખાનામાં રાખેલ રોકડ રકમની ચોરી કરેલ હોવાની તેમજ બીજા પણ મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કરેલ.
તા.૧૯/૦૭/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી સમરૂભાઇ કીલુ ઉફે ખેલસીંગ બારીયા પકડવાના બાકી આરોપીઓને રાત્રીના નાના ભંડારીયા ગામે ચોરી કરવા મોટર સાયકલ લઇને મુકવા તેમજ લેવા ગયેલ હોય અને આ પકડવાના બાકી આરોપીઓએ નાના ભંડારીયા ગામે એક મકાનના તાળા તોડી, મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરેલ તેમજ બીજા ત્રણ મકાનમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરેલ હોવાની હકિકત જણાઇ આવેલ.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર, કનાભાઇ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા, તથા હેડ કોન્સ. રાહુલભાઇ ,ઢાપા, આદિેત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી, દશરથસિંહ સરવૈયા, રાઘવેન્દ્રભાઇ ધાંધલ દ્વારા કરવામાં આવેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
