<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જેતપુરના પીઠડીયા ગામ પાસે જુગાર રમતા બે પકડાયાઃ બે શખ્‍સો છનન

(કેતન ઓઝા દ્વારા)  જેતપુર, તા.૫: જેતપુરના પિઠડીયા  ગામ પાસે જુગાર રમતા ૨ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા જયારે બે શખ્‍સો નાસી છુટયા હતા.

તાલુકાના પીઠડીયા ગામ પાસે વીરપુર પોલીસે બાતમીના આધારે પીઠડીયા ગામની સર્વિસ રોડ પાસે ખોડલ હોટલ પાછળ ગાડા માર્ગમાં જુગાર અંગેની રેડ કરતા તીન પત્તીનો જુગાર રમતા હુસેન ઉર્ફે સલીમ જીકરભાઈ તેરવાડીયા (હુસેની ચોક), અસપાક યુનુસભાઇ ખોખર (ઉદ્યોગ નગર પોલીસ સ્‍ટેશન પાછળ) બન્ને ઝડપાયેલ જ્‍યારે  હનીફ ઈશાભાઈ  મતવા, અસલમ ઈસ્‍માઈલભાઈ મતવા (બન્ને ઉદ્યોગ નગર પોલીસ સ્‍ટેશન પાછળ) વાળા નાશી છૂટેલ હોય વીરપુર પોલીસે ચારેય શખ્‍સો વિરુદ્ધ નાસી છૂટેલ બે શખ્‍સોને પકડી પાડવા કામગીરી હાથ ધરેલ.

(12:49 PM IST)