તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 27th June 2026
ગોંડલમાં તાજીયા જોઇને ઘરે જઇ રહેલા બે મિત્રો પર ચાર શખ્સોનો હુમલો
અહિથી રાતે કેમ નીકળો છો? કહી ધોકાથી ફટકાર્યાઃ અભય અને મનિષને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૭: ગોંડલમાં રાતે તાજીયાના જુલુસ જોઇને મોડી રાતે ચાલીને ઘરે જઇ રહેલાં બે મિત્રો પર અજાણ્યા ચાર શખ્સોએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં સરકારી હોસ્પિટલ નજીક રહેતાં અભય મુકેશભાઇ પરમાર (ઉ.વ.૨૪) અને તેના મિત્ર મનિષ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) પર રાતે દોઢેક વાગ્યે ઘર નજીક હોસ્પિટલ પાસે ચાલીને જતાં હતાં ત્યારે ચારેક શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુ અને ધોકાથી માર મારતાં બંનેને ગોંડલ હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
અભયના કહેવા મુજબ પોતે અને મનિષ મિત્ર છે અને કલકકામની મજુરી કરી ગુજરાન ચલાવે છે. રાતે બંને તાજીયા જોવા ગયા હોઇ બાદમાં ચાલીને ઘરે જતાં હતાં ત્યારે દેવીપૂજકો જ્યાં રહે છે ત્યાંથી પસાર થતાં હતાં ત્યારે આ શખ્સોએ અહિથી રાતે કેમ નીકળો છો? કહી હુમલો કર્યો હતો. પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ હાથ ધરી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
