તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 3rd November 2026
મોરબી પંથકમાં બે અકસ્માતમાં બેના મોત
ત્રાજપર ચોકડી નજીક રોડ ક્રોસ કરતી મહિલાનું ટ્રક હડફેટે અને રવિરાજ ચોકડી નજીક ટ્રક હડફેટે રોડ સાઇડમાં ઉભેલા પ્રોઢનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબી પંથકમાં બે અકસ્માતમાં બે ના મોત નીજપયા છે.
પ્રથમ બનાવમાં મોરબી ૨ ત્રાજપર ખારી વિસ્તારના રહેવાસી મહેશભાઈ અશોકભાઈ પરમાર (ઉ.વ.૨૭) વાળાએ આરોપી ટ્રક જીજે ૧૨ બીવાય ૧૮૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના માતા રંજનબેન ત્રાજપર ચોકડી પાસે રામકુવા પાસે રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી હડફેટે લેતા ફરિયાદીના માતા રંજનબેન પડી ગયા હતા રંજનબેનને માથામાં, ડાબા હાથ અને ડાબા પગમાં ઈજા કરી મોત નીપજાવ્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં ચોટીલા તાલુકાના કાળાસર ગામે રહેતા હેમંતભાઈ રાણાભાઇ બાવળિયા (ઉ.વ.૩૪) વાળાએ ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીબી ૯૫૬૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી રાણાભાઇ નારણભાઈ બાવળિયા (ઉ.વ.૫૭) અને શૈલેષભાઈ સગરામભાઈ સાબળીયા બંને રવિરાજ ચોકડી પુલ ઉતરીને રોડ સાઈડમાં બોલેરો કાર જીજે ૧૩ એડબલ્યુ ૧૧૫૧ રાખી ઉભા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા શૈલેશભાઈને મુંઢ ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના પિતા રાણાભાઇ નારણભાઈ બાવળિયાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
