<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

લીંબડી-અમદાવાદ હાઈવે પર ઉભેલા એક ટ્રકની પાછળ 108 એમ્બ્યુલન્સ અથડાતા બે લોકોને ઈજા

લીંબડી હાઈવે પર જાખણ પાસે બંધ ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી ગઈ:108 એમ્બ્યુલન્સમાં દર્દી નહીં હોવાથી જાનહાનિ ટળી

સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલા એક ટ્રકની પાછળ 108 એમ્બ્યુલન્સ અથડાતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. સદનસીબે જે સમયે અકસ્માત થયો ત્યારે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે અકસ્માતની આ ઘટના બની હતી. હાઈવે પર કોઈ કારણોસર બંધ હાલતમાં ઉભેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી 108 એમ્બ્યુલન્સ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

 

 

આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ રહી કે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ પેશન્ટ નહોતું, અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

(1:02 PM IST)