News of Thursday, 12th November 2026
અલિયાબાડા પાટીયા પાસે ઇકો કાર પલટતાં બે મહિલાનાં મોત: મોડપર નજીક ટ્રકની ટક્કરે ભાઈની નજર સામે ભાઈએ ગુમાવ્યો પ્રાણ અને ગીંગણીમાં શ્રમિકનું મોત
જામનગર પંથકમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતો અને આકસ્મિક બિમારીથી ત્રણ વ્યક્તિઓના મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર તાલુકાના બાળા ગામે રામ મંદિરની પાછળ રહેતા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાએ પંચ એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૦ના રોજ ફરીયાદીની દિકરી માનશીબા ઉ.વ. ૧૯ તથા કૈલાશબા ઉ.વ. ૫૬ સહિત અન્ય ઈકો કારમાં બેસી જોગવડ આશાપુરા મંદિરે પગે લાગી ઘરે પરત ફરતા હતા ત્યારે કાલાવડ-જામનગર હાઈ–વે રોડ અલિયાબાડા ગામના પાટીયા પાસે આ કામેના આરોપી ઈકો કાર જી.જે.૧૦–ડીઆર–૩૧૯૪ના ચાલક કુલદીપસિંહ ધીરૂભા ઝાલાએ પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ઈકો કારનું ટાયર ફાટતા કાર પલ્ટી મરાવી દેતા ફરીયાદીની દિકરી માનશીબા તથા કૈલાશબા ને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નિપજાવી તથા સાહેદોને નાની મોટી ઈજાઓ કરી ગુન્હો કરેલ છે.
મોડપર પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા ભાઈની નજર સામે ભાઈનું મોત
જામનગર: અહીં જયંતકોલોનીમાં રહેતા હાદિકભાઈ જયેશભાઈ સામાણી એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૧ ના રોજ ફરીયાદી તથા તેનો ભાઈ રાહુલ જયેશભાઈ સામાણી બંને પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦-સીડી-૧૭૯૫ વાળુ લઈ કાલાવડ તાલુકાના રણુંજા તરફથી જામનગર ખાતે પોતાના ઘરે આવતા હતા ત્યારે મોડપર ગામ પાસે પહોંચતા સામેથી એક ટ્રક જી.જે.૦૩–બીવાય-૧૪૮૫ના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના મોટર સાયકલ સાથે અથડાવતા જેમાં ફરીયાદીને છોલછાલની તેમજ મરણ જનાર રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુન્હો કરેલ છે.
ગીંગણી ગામે તાવ આવતા મજૂરનું સારવાર દરમ્યાન મોત નિપજયું
જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા સુરેશ નાથાભાઈ બારીયાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર રાકેશ નાથાભાઈ બારીયા ઉ.વ. ૩૩ રહે. મુળ દાહોદ અને હાલ ગીંગણી ગામવાળાને થોડાક દિવસથી તાવ આવતો હોય અને ઉલ્ટી થયેલ હોય જેથી સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
