News of Friday, 18th September 2026
જામનગરમાં કબૂતર ઉડાડતા બે યુવકોને વીજ કરંટનો આંચકો
ગોકુલનગરના મોમાઈપાનવાળી શેરીમાં બનાવઃ યુવરાજ વડાણિયા અને વિરાટ કુડેચાને ૧૦૦ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મોમાઈપાનવાળી શેરીમાં કબૂતર ઉડાવવા દરમિયાન શોર્ટ લાગતાં બે યુવકોને વીજ કરંટનો આંચકો લાગ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ યુવરાજ વડાણિયા અને વિરાટ કુડેચા નામના બંને યુવકોને વીજ કરંટનો આંચકો લાગ્યો હતો. બનાવ અંગે ૧૦૦ નંબરની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
