<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ઉનાઃ વાહનની સાઇડ આપવા બાબતે માથાકુટમાં લોખંડના સળિયા વડે હુમલો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૪: વાહનની સાઇડ આપવા બાબતે સંજવાપુરમાં બોલાચાલી બાદ લોખંડના સળિયા વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઉના તાલુકા ના સંજવાપુર ગામે રહેતા આશિષ નાજાભાઈ સોલંકી ને  આ ગામના મનુભાઈ મેરૂભાઇ સોલંકી સાથે રસ્‍તામા વાહનની સાઈડ લેવા બાબતે બોલાચાલી થઈ હોય આશિષ એ માતા સંગીતાબેન નાજાભાઈ સોલંકીને વાત કરતા માતા સંગીતાબેન ભાઈ મિલન અને આશિષ આરોપી મનુભાઈ ના ઘરે ઠપકો આપવા સમજાવવા  ગયેલ ત્‍યારે આરોપી મનુભાઈ ના મકાન ના ડેલા બહાર ઉભી વાત કરતા હતા ત્‍યારે મનુભાઈ, પનાભાઇ, જાહીબેન દાના ભાઈ, મનીષાબેન દાના ભાઈ, ભારતીબેન દાના ભાઈ, વિજયભાઈ દાના ભાઈ, મહેશભાઈ રાજાભાઈ અને અન્‍ય મહિલાઓ મળી એક સંપ કરી ગાળો બોલી, ઢીંકા પાટુ નો માર મારી સંગીતા બેનના વાળ પકડી પછાડી દઈ આશિષ અને મિલન ઉપર લોખંડનો સળિયા વડે માર મારી ઇજા કરી હતી આ ઝપાઝપી મા આશિષ અને મિલન એ પહેરેલ સોનાનો ચેન પડી ગયેલ જેમાં એક ચેન મળી ગયેલ અને એક ચેન નો ટુકડો મળેલ બીજો ટુકડો ગુમ થઈ ગયા ની ઉના પોલીસ સ્‍ટેશન મા સંગીતાબેન નાજાભાઈ સોલંકી એ ફરિયાદ નોંધાવી હતી. તપાસ શરૂ કરી છે.

(11:55 AM IST)