<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ઉનાઃ કથાકાર ડો. મહાદેવપ્રસાદનું સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા સન્‍માન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૪: સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા આંતરરાષ્‍ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રશાદ મહેતાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ધોકડવા ગામે ભગવાન ભાઈ હમીરભાઇ જાલોધરા પરિવાર દવારા  ડાયાભાઇ લક્ષમણભાઇ જાલોધરાની આગેવાની હેઠળ  સમગ્ર પરિવાર દ્વારા  ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહેલ  છે. જેની વ્‍યાસ પીઠ ઉપર આંતરાષ્‍ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા  સરળ ભાષામા  કથાનું રસ પાન કરાવી રહ્યા છે.

આ જ્ઞાન યજ્ઞ મા ઉના તાલુકા સમસ્‍ત બ્રહ્મ સમાજ ના આગેવાનો એ કથા શ્રવણ કરેલ અને કથા કાર શાષાી ડો. મહાદેવપ્રસાદ મહેતા (વિદ્યા વાંચસ્‍પતિ)નું ફૂલ હાર પહેરાવી શાલ ઓઢાડી સન્‍માન કરેલ હતું.  કથાના આયોજક જાલોધરા પરિવારનું  શાલ ઓઢાડી સન્‍માન કરેલ હતું.

કથા  દરમિયાન આંખના રોગો . સર્વ રોગનિદાન  , દાંત ના રોગ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાઈ રહેલ છે જેમાં મોટી સંખ્‍યા મા લોકો લાભ લઇ રહીયા છે. લોકો ને વિના મુલ્‍યે ચશ્‍મા વિતરણ, દવાઓ વિતરણ કરવામાં આવી રહીયુ છે.કથા નો વિરામ તા. ૧૬ ને સોમવારે કરવામાં આવશે

(11:40 AM IST)