તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 23rd November 2026
ઉનાના ખાંડ ઉદ્યોગ દ્વારા કામદારોને અન્યાયઃ સોૈરાષ્ટ્ર મજુર મહાજન સંઘ દ્વારા નોટીસ
સુપ્રિમ સુધી ૪૦ વર્ષ સુધીની કાનુની લડતમાં કામદારોને પૂર્ણ સફળતા મળી

રાજકોટ તા.૨૩: શ્રી ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી,ઉના દ્વારા ફેક્ટરીમાં પ્રથમ બે લખત ગેરકાયદેસર લે ઓફ અને બાદમાં કામદારોને કાયદાનુસાર કોઈ હકક-હિસ્સા ચુકવ્યા વિના છુટા કરાતા ૬૦૦ ઉપરાંતના કામદારોને બેહાલ અને બેકાર કરાતા સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ,રાજકોટ તરફથી કામદારોને ન્યાય અપાવવા કાનુની લડત શરૂ કરાતા અને ૪૦ વર્ષની સતત કાનુની લડત બાદ કામદારોને ન્યાય અપાવવામાં સફળતા મળતા ૬૦૦ જેટલા કામદારો વચ્ચે રૂપિયા ૨૩ કરોડ જેટલી રકમ ચુકવવાપાત્ર થયેલ છે પરંતુ અદાલતી આદેશોનો અમલ ન કરાતા જવાબદારો સામે કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટીસો જવાબદારોને બજાવવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ,રાજકોટના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકરે જણાવેલ છે કે, ઉના ખાંડ ઉધોગ પાસે શેરડીનો પુરતો સ્ટોક હતો તેનુ અન્યત્ર વેચાણ કરી રોラમટીરીયલ્સ,શેરીડી ફેકટરી પાસે નથી તેમ જાહેર કરી ખાંડ ફેક્ટરી બંધ કરાતા સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ, રાજકોટ તરફથી નામ.મજૂર અદાલત, નામ.ઔધોગીક અદાલત,નામ.ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયી પ્રક્રીયા કરેલ,દરમ્યાન ફેક્ટરી તરફથી વજુદ વિનાનાં વાંધા ઉપસ્થિત કરતા રહેલ, તેની સામે સચોટ રજુઆંતના પરિણામ સ્વરૂપ કામદારોને ન્યાય અપાવતા હુકમો મળેલ છતા ખાંડ ફેકટરીનો વહીવટ સરકારશ્રી હોય સરકારી વહીવટી અધિકારીઓની અણઆવડ, બદઈરાદાથી સુપ્રિમકોર્ટમાં પીટીશન કરેલ તે સામે પણ સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ, રાજકોટ તરફથી કરાયેલ રજુઆતો બાદ સુપ્રિમકોર્ટ દ્વારા અપાયેલ આખરી ચુકાદા મુજબ ૬૦૦ ઉપરાંતના કામદારોને રૂપિયા ત્રેવીસ કરોડ જેટલી રકમ મળવાપાત્ર થયેલ.
ચુકાદાની અવમાનના બદલ ગુજરાત રાજયના પ્રિન્સીપલ સેક્રેટરી મનોજકુમાર દાસ, સહકાર વિભાગના સેક્રેટરી અરૂણકુમાર સોલંકી, રેવન્યુ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી જયંતિરવિ, ખાંડ નિયામક સુનિલ ચૌધરી,ગીર સોમનાથના જીલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા,જીલ્લા રજીસ્ટ્રાર અને ફડચા અધિકારી નિર્મળસિંહ ગોહેલ, મામલતદાર ધીરજલાલ ભીમાણી,ડેપ્યુટી કલેકટર અજયસિંહ ચાવડાને સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ દ્વારા કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટીસ પાઠવેલ છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
