News of Saturday, 11th July 2026
ઉનાઃ વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ
લેખિત ફરિયાદ બાદ ૧૬ દિવસ સુધી પગલા લેવાયા નહિં: સોશ્યલ મીડિયામાં વાત ચમકયા બાદ જવાબદારો દોડયાઃ શિક્ષકની પોલીસ દ્વારા ધરપકડ

ઉનાઃ વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર
(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૧: તાલુકાની ખાપટ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક હરેશગીરી ગુલાબગીરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. શિક્ષક હરેશગીરીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.
ઊના તાલુકાના ખાપટ ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી રે. કાળાપાણ શાળા ના સમય દરમિયાન અભ્યાસ કરતો સગીર વયના કિશોર ને રૂપિયા ૨૦ ની લાલચ આપી વિદેશી દારૂની બોટલ મંગાવવા રૂપિયા ૫૦૦/ આપેલ એ કિશોર ખાપટ ગામે એક દુકાને થી વિદેશી દારૂની બોટલ લાવી શિક્ષક હરેશગીરી ને આપેલ અને બાકીના વધતા રૂપિયા ૨૩૦/ કિશોરે પરત આપેલ હતા.
આ બાબતની જાણ પ્રાથમિક શાળાના આચાર્ય મિલનગીરી જીવનગીરી ગોસ્વામી ગોસ્વામી ને થતા વધેલ રૂપિયા કબ્જે લઈ શિક્ષકોની રૂબરૂમાં પંચરોજ કામ કરી વધેલ રૂપિયા અને દારૂની બોટલ સીલ પેક કરી કબાટમાં મૂકી ઊના તાલુકા શિક્ષણ અધિકારી ને લેખિત માં શિક્ષક હરેશગીરી સામે ફરિયાદ કરી હતી. પરંતુ ઊના તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બનાવને ૧૬ દિવસ થવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.
આ વાત સોશિયલ મીડિયામાં ચમકી હતી. અને જીલ્લા ડી.ડી.ઓ. તાલુકા શિક્ષણ અધિકારી ને રૂબરૂ બોલાવેલ અને આચાર્ય ને પોલીસ ફરિયાદ નોંધવાનું કહેતા ઊના પોલીસ સ્ટેશન મા દારૂ પીવાની ટેવ વાળો શિક્ષક હરેશ ગીરી ગુલાબગીરી ગોસ્વામી રે કાળપાણ ને સામે ફરિયાદ નોંધાવી હતી ઊના પોલીસ એ શિક્ષકની ઘરેથી શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ની ધરપકડ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. (૬.૯)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
