<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

વાઘણીયા અને કુંકાવાવ વચ્‍ચે કારની ઠોકરે બાઇક ચડતાં કાકાનું મોત, ભત્રીજાને ઇજા

બગસરાના મોટી કુંકાવાવના ૩૫ વર્ષિય હરેશભાઇ તલસાણીયાએ રાજકોટમાં દમ તોડયોઃ ૧૩ વર્ષના ભત્રીજા કોૈશિકને ઇજાઃ બંને મકાનનું કામ જોવા જતાં હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૧૧: અમરેલીના વાઘણીયા અને કુંકાવાવ વચ્‍ચે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક સવાર મોટી કુંકાવાવના કાકા ભત્રીજા રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ કાકાનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા બગસરાના મોટી કુંકાવાવ ખાતે રહેતાં હરેશભાઇ બાબુભાઇ તલસાણીયા (ઉ.વ.૩૫) નામના યુવાન પોતાના બાઇકમાં ભત્રીાજ કોૈશિક સુરેશભાઇ તલસાણીયા (ઉ.વ.૧૩)ને બેસાડીને કુંકાવાવ નજીક મકાનનું કામ જોવા જવા માટે તા. ૮/૯ના સાંજે સાડા સાતેક વાગ્‍યે જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં વાઘણીયા અને કુંકાવાવ વચ્‍ચેના રસ્‍તા પર અકસ્‍માત નડતાં બંનેને ઇજાઓ થઇ હતી.

બંનેને સારવાર માટે અમરેલી અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન ગત સાંજે કાકા હરેશભાઇનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બગસરા પોલીસને કરી હતી.

(10:46 AM IST)