હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપરેશન સાયબર સુરક્ષિત સ્પેસ કાર્યક્રમ અંતર્ગત જામનગરની એ.કે.દોશી મહિલા કોલેજમાં સાયબર એવેરનેશ કાર્યક્રમ :૧૭૦ જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન અપાયું
ઓનલાઇન સ્ટોકીંગ તેમજ અન્ય સાયબર ગુનાઓ જેવા કે, ફિશિંગ, OTP ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓથી બચવા માટે રાખવાની સાવચેતીઓ અંગે જાગૃત કરાયા

જામનગર : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીનાઓ તરફથી આગામી બે માસ સુધી સતત સાયબર અવેરનેસના કાર્યક્રમો નિયમિત રીતે શાળા કોલેજો અને જાહેર જનતાને સંબોધીને કરવાની સુચનાઓ થઇ આવેલ હોઇને તેઓએ આપેલ માર્ગદર્શન મુજબ ઓપરેશન સાયબર સુરક્ષિત સ્પેસ કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની એ.કે.દોશી મહિલા કોલેજની ૧૭૦ જેટલી વિદ્યાર્થીનીઓને ઓનલાઇન સ્ટોકીંગ તેમજ અન્ય સાયબર ગુનાઓ જેવા કે, ફિશિંગ, OTP ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓથી બચવા માટે રાખવાની સાવચેતીઓ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એચ.કે.જાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, સાયબર ગુનાનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા તથા National Cyber Crime Reporting Portal (www.cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનાર દરમ્યાન કોન્સ. શ્રધ્ધા વૈશ્નવી સાથે હાજર રહેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
