તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
કેશોદ સોરઠીયા પ્રજાપતિ સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી ડો. માંડવીયા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૯: અત્રે શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સાંસદ અને ભારત સરકાર ના કેબિનેટ મંત્રી ડૉ મનસુખ ભાઈ માંડવીયા ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ પ્રજાપતિ સમાજનું ગૌરવ અને કેશોદ શહેર નગર પાલિકાના પ્રમુખ પ્રતિક્ષા બેન કેયુર ભાઈ દેવળીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાપતિ સમાજના આંગણે રાતોત્સવ માણવા આવેલ ડૉ. મનસુખ ભાઈનું આ તકે પ્રજાપતિ સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવેલ જ્યારે પાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન દેવળીયા દ્વારા ડૉ. માંડવીયાને માતાજીનો ગરબો ભેટ આપી તેમજ સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી સત્કારવામાં આવેલ હતા.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
