<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

દિવાળીના પાવન પર્વે બ્લૂઝોન સિરામિક ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાજીની શુભેચ્છા મુલાકાત.

રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી સિરામિક એસોસિએશનના નિમંત્રણને માન આપી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા બ્લૂઝોન સિરામિક ફેક્ટરી ખાતે પધાર્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સિરામિક સહિત અન્ય ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો, પાયાની જરૂરિયાતો અને ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. મનસુખભાઈ માંડવિયાજીએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ અને MSME ક્ષેત્રને વેગ આપવા માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અને તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનરનું ઉત્પાદન કરવા, રમકડાં (ટોયઝ) બનાવતી ફેક્ટરીઓ સ્થાપવા સહિત વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો તથા સરકારની સંબંધિત નીતિઓ અંગે માહિતગાર કર્યા હતા.
તેમણે ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો મહત્તમ લાભ લઈને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉદ્યોગોનો વિકાસ થશે તો દેશનો આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશના GDPમાં પણ સકારાત્મક વધારો થશે, એવો મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.સાથે સાથે વિવિધ દેશો સાથે થયેલ FTA થકી ભારતના ઉધોગને મહતમ ફાયદાની વિશેષ માહિતી આપી હતી
સાથે જ, સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે કોઈપણ મંત્રાલય કે સરકારી વિભાગની માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો ગમે ત્યારે સંપર્ક કરવા અને જરૂરી સહયોગ મેળવવા માટે તેમણે હકારાત્મક ખાતરી આપી હતી. આ માર્ગદર્શન ઉદ્યોગજગત માટે નવી તકોના દ્વાર ખોલનારું અને પ્રેરણાદાયી છે.
ઉદ્યોગોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા, સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા અને ઉદ્યોગોને આગળ વધારવા માટે સહયોગની ખાતરી આપવા બદલ ડૉ. મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ઉદ્યોગનો વિકાસ • રોજગારીનું સર્જન • દેશની પ્રગતિતેમ પ્રમુખ, મોરબી સિરામિક એસોસિએશન મનોજભાઈ એરવાડીયાની યાદીમાં જણાવાયુ છે

(9:05 PM IST)