<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

પોરબંદરમાં લાલારામ સેવા મંડળ દ્વારા અનોખો સેવાયજ્ઞ : ૬ હજાર શ્રીફળોમાં કીડી માટે ભોજન

શ્રીફળની અંદર હોલ પાડીને જેમાં ખાંડ, પાવડર, તેલ, ગંગાજલ, બિસ્‍કીટનો ભુક્કો મીકસ કરીને જંગલ વિસ્‍તારોમાં પધરાવ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૭:  લાલારામ સેવા દ્વારા ચૈત્ર માસે અનોખો સેવાયજ્ઞ શરૂ કરીને ૬ હજાર  શ્રીફળોમાં કીડી માટે ભોજન તૈયાર કરીને જંગલ વિસ્‍તારમાં આ શ્રીફળો પધરાવી દેવામાં આવ્‍યા હતા.

શ્રીફળ માંથી છોતા કાઢીને અંદર હોલ પાડી નવ જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં ઘઉંનો લોટ,ચોખાનો લોટ,તલ,રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્‍કીટ, તુલસીપાન,વગેરે મિક્‍સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્‍તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્‍યા છે આ એક શ્રીફળ કીડીને અંદાજે છ મહિના સુધી ચાલે છે આવું ભગીરથ કાર્ય લાલારામ સેવા દ્વારા ૬૦૦૦ શ્રીફળ તૈયાર કરવામાં આવ્‍યા હતા

જંગલ અને વળક્ષોમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્‍યા હતા. આ તૈયાર કરાયેલા શ્રીફળોને પોરબંદરના વિવિધ જંગલ વિસ્‍તાર ઝાડી-ઝાંખરા અને વડલા સહિતના વળક્ષોમાં પધરાવવામાં આવ્‍યા હતા છાયા એ,સી, સી,રોડ સામેના ગ્રાઉન્‍ડમાં અને છાયા રઘુવંશી સામેના વિસ્‍તારમાં અને નિરમા ફેક્‍ટરીની સામેના ઝાડી ઝાંખરામાં તેમજ ઇન્‍દિરા નગર પાછળના વિસ્‍તારમાં આવળ માતાજીના મંદિર પાસે વડલામાં તથા જુદા જુદા વળક્ષોમાં અને બિલ્લા ફેક્‍ટરીની પાછળના ભાગમાં દૂધેશ્વર અને ધીંગેશ્વર મંદિર અને વનાણા ટોલનાકા આસપાસ વિસ્‍તારમાં, વીરભનુ ની ખાંભી પાસે આવેલું રાજમહેલમાં અને રતનપર, ઓડદર, સુધી આજુબાજુના વિસ્‍તારમાં ધરમપુર મેડિકલ કોલેજના સામેના વિસ્‍તારમાં અને સાઈબાબા મંદિરના સામે વિસ્‍તારમાં પોલિટેકનિકલ કોલેજથી ઓરિએન્‍ટ ફેક્‍ટરીના આજુબાજુના વિસ્‍તારમાં ગાયત્રી મંદિર પાસેના વિસ્‍તારમાં અને જયુબેલી,  કે.કે નગર, આવાસ, કુછડી  આજુ બાજુ  જંગલ વિસ્‍તારમાં ઝાડી  જાખરામાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્‍યા છે.

આ સેવાકાર્ય જોઈ સૌકોઇ બિરદાવી રહ્યા છે અને લાલારામ સેવાના કાર્યથી શ્રીફળમાં કીડિયારુ પુરવાની બીજાને પણ પ્રેરણા મળી રહી છે. લાલારામ સેવા દ્વારા ગૌમાતા માટે ઘાસચારો અને ખોળ,પરમહંસોને દર મહિને  તાાન કરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવે છે અને બંને સરકારી ભાવસિંહજી અને લેડી હોસ્‍પિટલમાં દર્દીઓને પૌષ્ટિક મગનું પાણી અને  શીરો આપવામાં આવે છે જેવી વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે.

આ પહેલા પણ લાલારામ સેવા દ્વારા દ્વારકા, સોમનાથ, વિરપુર, નવીબંદર અને નરવાઈ માતાજીના મંદિરોની આસપાસના વિસ્‍તારમાં કીડીઓ માટે આ પ્રકારના શ્રીફળો પધરાવવામાં આવ્‍યા હતા. 

(12:16 PM IST)