News of Monday, 2nd November 2026
અમરેલીના ધારી પંથકમાં કમોસમી વરસાદ : ગીર સોમનાથના તાલાલામાં ચોથા દિવસે માવઠું
જીરા, મુંજાણીયા, દેવળા, સરસિયા અને ગોવિંદપુરમાં વરસાદ વરસ્યો: આંકોલવાડી, સુરવા, વાડલામાં કમોસમી વરસાદ

અમરેલીના ધારી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જીરા, મુંજાણીયા, દેવળા, સરસિયા અને ગોવિંદપુરમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે કેટલાક ગામોમાં વરસાદી ઝાપટાં તો ક્યાંક છાંટા પડ્યા. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો .
બીજી બાજૂ ગીર સોમનાથના તાલાલામાં ચોથા દિવસે માવઠું થયું હતું. તાલાલાના આંકોલવાડી, સુરવા, વાડલામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે પણ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
