<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ઉપલેટા : ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્‍ચે ખાતરનો કમરતોડ ભાવ વધારો : ડીએપી ૧૪૦૦ના સીધા ૨૧૦૦

ગરીબ અને ખેડૂત વિરોધી કેન્‍દ્ર સરકારે ખેતીને નુકસાનીનો ધંધો બનાવી દીધોઃ ખેડૂતોને સંગઠિત થઈ આંદોલન કરવા પ્રદેશ કિશાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજેરા નું આહવાન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૨: પ્રદેશ કિસાન સભાના લડાયક પ્રમુખ ડાયાલાલ ગજેરાએ ભારે આક્રોશ ની લાગણી સાથેના એક નિવેદનમાં જણાવેલ છે કે કેન્‍દ્રની વર્તમાન ખેડૂત અને ગરીબ વિરોધી ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી તો ન કરી પણ ખાતરનો કમર તોડ ભાવ વધારો કરી ખેતી અને ખેડૂતોની કમર ભાંગી નાખી છે ડી એ પી ખાતરના રૂ ૧૪૦૦ ના સીધા રૂ ૨૧૦૦ થેલી દીઠ રૂ ૭૦૦ નો વધારો ઝીંકી દીધો છે આજે ખાતરનો વપરાશ ૩૨.૯ મિલિયન ટન થયો છે મોટાભાગના ખાતરો કેનેડા રસિયા ઇઝરાયેલ જોરદાર સહિતના દેશો પાસેથી આયાત કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવેલ છે કે આવી વરવી વાસ્‍તવિક સ્‍થિતિ વચ્‍ચે ખેતી કરવી ખૂબ મોંઘી થઈ રહી છે જંતુનાશક દવા બિયારણ અને મજૂરી મોંઘી હતી ત્‍યાં હવે ખાતર મોંઘું થયું આમ છતાં ખેડૂતોની કાળી મહેનત પછી પણ પુરા ભાવો મળતા નથી જેને કારણે ખેતી નુકસાની નો ધંધો થઈ રહ્યો છે ઉત્‍પાદન ખર્ચ ધરખમ થતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે ખેડૂતોની આવક બમણી તો ન થઈ પણ મુશ્‍કેલી જરૂર વધી છે ત્‍યારે ખેડૂતોને સંગઠિત થઈ આંદોલન કરવું પડશે તેવું અંતમાં ખેડૂતોને આહવાન કરેલ છે. (તસવીર : ભોલુ રાઠોડ- ઉપલેટા ) 

(11:13 AM IST)