<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ઉપલેટા પોલીસનું રાજમાર્ગ ઉપર વાહનોનું કડક ચેકિંગ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૨: ગઈકાલે સોમવારે રાત્રે ઓચિંતા ઉપલેટા પી. આઇ. ધાંધલ દ્વારા રાજમાર્ગ બાવલા ચોક ગાંધી ચોક સહિતના મુખ્‍ય વિસ્‍તારમાં વાહનોનું કડક ચેકિંગ હાથ ધરેલ હતું તેમાં વાહનોના કાગળ લાયસન્‍સ નંબર પ્‍લેટની તપાસ કરતા ગેરકાયદેસર વાહનો વાળાઓમાં ગભરાટ ફેલાય ગયેલ હતો. ઉપરોક્‍ત કામગીરીમાં નિલેશભાઈ શક્‍તિસિંહ વિગેરે પોલીસ સ્‍ટાફ જોડાયો હતો

(10:50 AM IST)