News of Saturday, 19th September 2026
ઉપલેટા અને શાપરમાં વૃધ્ધ સહિત બેના ફોન હેક કરી ૩.૮૦ લાખ ઉપાડી લેવાયા
ઉપલેટા અને શાપર પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ, તા. ૧૯: ઉપલેટાની સર્વોદય સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ભીખાભાઇ કળસારા (ઉ.વ. ૬૦) નો ફોન ગમે તે રીતે હેક કરી અજાણ્યા સાયબર ગઠીયાએ રૂા. ર.૮૯ લાખ ટ્રાન્સફર કરી લઇ ઠગાઇ કર્યાની ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ઉપલેટામાં દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતા રાજેશભાઇએ પોલીસને જણાવ્યું કે, રાજેશભાઇ કળસારાએ પોલીસને જણાવ્યુ કે, ગઇ તા. ૧૪ ના તે પત્ની નિર્મલાબેન સાથે ઘરકામથી ઉપલેટાથી રાજકોટ જવા નિકળ્યા હતા. આ સમયે તેના ફોનમાં તેના બેંક ખાતામાંથી રૂા. ૪૭ હજાર ટ્રાન્સફર થયાના મેસેજ આવતા શંકા જતા તેણે તેના પુત્રને જાણ કરી હતી. તેવો રૂબરૂ બેંકમાં જઇ તપાસ કરી એકાઉન્ટ ફીઝ કરાવી નાખ્યું હતું. બાદમાં તેણે એકાઉન્ટ સ્ટેટસ ચેક કરાવતા સાયબર ગઠીયાએ તા. ૧૦ થી તા. ૧૪ સુધીમાં અલગ અલગ સમયે રૂા. ર.૮૯ લાખના ટ્રાન્ઝેકશન કરી છેતરપીંડી કર્યાનું જાણવા મળતાં ફરીયાદ નોંધાવી હતી. પીઆઇ એચ.એમ. ધાધલે ગુનો દાખલ કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં શાપરમાં નિકુ ફોર્જીગમાં રહેતા મુળ નેપાળના ક્રિષ્ના બહાદુર વર્જીત ખડકા (ઉ.વ. ૪૦) નો ફોન પણ ગઠીયાએ હેક કરી તેના ખાતામાંથી અલગ અલગ સમયે રૂા. ૯૦ હજાર ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી કર્યાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
